
નવી દિલ્હી,તા.16.એપ્રિલ 2019, મંગળવાર
લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રચારમાં રાષ્ટ્રવાદનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે.પીએમ મોદી પણ તેમના ભાષણોમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢવાનુ ચૂકતા નથી.
આવામાં એક હિન્દી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ પાક પીએમ ઈમરાનખાનને ટોણો માર્યો હતો.તાજેતરમાં ઈમરાનખાને નિવેદન આપ્યુ હતુ કે, મોદી જો ફરી પીએમ બન્યા તો ભારત અને પાકિસ્તાનના સબંધો સુધરવાની શક્યતા છે.
જેના જવાબમાં પીએમ મોદીએ ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ઈમરાનખાન રિવર્સ સ્વિંગ કરવાની કોશીશ કરી રહ્યા છે.કારણકે તે એક ક્રિકેટર હતા.તેમનુ બયાન એક પ્રકારનો રિવર્સ સ્વિંગ બોલ છે.કારણકે આ જ ઈમરાનખાન પોતાની ચૂંટણીમાં નારા લગાવડાવતા હતા કે મોદી કા જો યાર હૈ...વો ગદ્દાર હૈ..પણ ભારતીયો જાણે છે કે રિવર્સ સ્વિંગ બોલ પર હેલિકોપ્ટર શોટ કેવી રીતે ફટકારવો.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જો પાકિસ્તાનને લાગતુ હોય કે ભારત ગમે ત્યારે તેના પર હુમલો કરશે તો સારી વાત છે.દુશ્મન અને આતંકવાદીઓને આપણો ડર લાગતો હોય તો તે ચોક્કસ સારી વાત છે.
પાકિસ્તાનના મુદ્દા પર તાજેતરમાં પીએમ મોદીએ એક સભામાં એમ પણ કહ્યુ હતુ કે, બે વખત આતંકવાદી હુમલા કરાવનારા પાકિસ્તાન ત્રીજી વખત જો આવો હુમલો કરાવશે તો તેના ગંભીર પરિણામ તેને ભોગવવા પડશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V1vvOH
via Latest Gujarati News
0 Comments