વારાણસી, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાંથી બીજી વખત ઉમેદવારી નોંધાવશે, ઉમેદવારી નોંધાવતા પહેલા તેમનો ભવ્ય રોડ શો યોજવાની ભાજપે પૂરી તૈયારી કરી લીઘી છે.
ઉમેદવારી નોંધાવતા પહેલા ભાજપ વિરોધ પક્ષોને એ પણ બતાવવા માંગે છે કે મોદી લહેર આજે પણ યથાવત્ છે. કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન આજે સવારે વારાણસીના બાબતપુર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. એરપોર્ટથી કારમાં તેઓ સીધા બનારસ હિન્દુ યુનિવર્સિટી જશે. ત્યાં તેઓ લંકા ગેટ પર પંડિત મદનમોહન માલવિયની પ્રતિમાને માલ્યાર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાનનો રોડ શો શરૂ થશે.
વડાપ્રધાન મોદીના રોડ શો દરમિયાન એનડીએના કદાવર નેતાઓ પણ હાજરી નોંધાવી શકે છે. શિરોમણી અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન રોડ શોમાં હાજર રહે એવી સંભાવના છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UEQfaO
via Latest Gujarati News
0 Comments