નિકોલસ કેજનાં લગ્ન ચાર દિન કી ચાંદની નીવડયાં


લોસ એંજલ્સ, તા. 25 એપ્રિલ 2019, ગુરૂવાર

હોલિવૂડના જગવિખ્યાત એક્શન એક્ટર નિકોલસ કેજે ચાલુ વર્ષના માર્ચમાં પોતાની મેકપ આર્ટિસ્ટ ઇસ્કા કોઇક સાથે કરેલાં લગ્ન ચાર દિન કી ચાંદની જેવા નીવડયા હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

લગ્ન જીવન ભાંગી પડવાનાં કારણો વિશે જાતજાતની વાતો થાય છે. મહત્ત્વની વાત એ છે કે એની પત્નીએ નિકોલસ પાસે માતબર વળતર માગ્યું હતું.   

ટીએમઝેડના એક રિપોર્ટ મુજબ ઇસ્કાએ એવો દાવો કર્યો હતો કે નિકોલસ સાથે લગ્ન કરવાથી મેં નવાં કામોની અનેક તક ગુમાવી દીધી હતી અને મારી પ્રતિષ્ઠાને પણ જબરદસ્ત ધક્કો લાગ્યો હતો. એટલે હું માતબર વળતર મેળવવાની યોગ્યતા ધરાવું છું. એણે છૂટાછેડાનો કેસ શરૂ થયો હોવાના અહેવાલને પણ સમર્થન આપ્યું હતું.

માર્ચની 23મીએ તો બંનેએ લગ્ન કર્યાં હતાં. પરંતુ ચાર જ દિવસમાં આ લગ્ન તૂટી પડયા હતા. નિકોલસ કેજે પોતે કહ્યું હતું કે અમે બંને ખૂબ નશામાં હતાં ત્યારે લગ્નની વાતોથી બંધાયા હતા. પરંતુ ઉભય પક્ષે સમજદારીનો અભાવ હતો. નશો ઊતરી ગયા પછી ખ્યાલ આવ્યો હતો કે ખોટું પગલું ભરાઇ ગયું છે. એટલે પરસ્પરની સંમતિથી અમે છૂટાછેડાનો નિર્ણય લીધો હતો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W4xgYH
via Latest Gujarati News

Post a Comment

0 Comments