આખા દેશમાં 96 થી 104 ટકા જેટલી વર્ષા થવાની શક્યતા


(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ,તાઃ 1 જૂન 2019, શનિવાર

મુંબઇ સહિત મહારાષ્ટ્ર માટે ભરપૂર ભીના ભીના અને શુભ સમાચાર છે. ભીના ભીના સમાચાર એ છે કે ૨૦૧૯માં આખા મહારાષ્ટ્ર પર વરૂણ દેવની ભરપૂર કૃપા રહે તેવો વરતારો છે.

ભારતીય હવામાન ખાતાએ જારી કરેલી લાંબાગાળાની આગાહીમાં એવો વરતારો છે કે ૨૦૧૯માં નૈઋત્યના ચોમાસામાં આખા ભારતમાં ૯૬ થી ૧૦૪ ટકા જેટલી વર્ષા થાય તેવાં સાનુકુળ કુદરતી પરિબળો છે. ભારતમાં નૈઋત્યનું ચોમાસુ જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનાનું હોય છે.આ ચારેય મહિનાની વર્ષા ઋતુ દરમિયાન ભારતમાં કુલ વરસાદ લગભગ ૯૬ ટકા જેટલો વરસે તેવી શક્યતા છે.

હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે ૨૦૧૯ના ચોમાસાની લાંબાગાળાની આગાહીમાં ઉત્તર-પશ્ચિમ(વાયવ્ય)ભારતમાં ૯૪ ટકા જેટલી વર્ષા થવાની સંભાવના છે.વાયવ્ય ભારતમાં ઉત્તર પ્રદેશ,બિહાર અને દિલ્હીનો સમાવેશ થાય છે.

મધ્ય ભારતમાં ૧૦૦ ટકા જેટલી ભરપૂર વર્ષા થાય તેવી શક્યતા છે.મધ્ય ભારતમાંમધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર,ગુજરાત અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.ઉત્તર-પૂર્વ (ઇશાન)ભારતમાં ૯૧ ટકા જેટલી વર્ષા થવાની સંભાવના છે.ઇશાન ભારતમાં આસામ,ઓડીશા,મણીપુર,મિઝોરમ,મેઘાલય,ત્રિપુરા અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે.જ્યારે દક્ષિણ ભારત(તામિલનાડુ,આંધ્ર પ્રદેશ,કર્ણાટક,કેરળ)માં ૯૭ ટકા જેટલી વર્ષા થવાની શક્યતા છે.

હાલ મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં દુકાળની ચિંતાજનક પરિસ્થિતિ છે.વળી,રાજ્યના ઘણા ડેમ,જળાશયો અને નદીઓ સાવ સૂકાઇ ગયાં હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા છે.પીવાના અને ખેતીવાડી માટેના પાણીની તીવ્ર તંગી સર્જાઇ છે.પરિણામે રાજ્યનાં નાગરિકોને અને પ્રાણીઓ-પંખીઓને અસહ્ય મુશ્કેલી ભોગવવી પડે છે.

આવા ભારે ચિંતાજનક સંજોગોમાં ૨૦૧૯નું ચોમાસુ મહારાષ્ટ્ર માટે તરબોળ રહે તો ખેડૂત અને ખેતીવાડી બંનેને ઘણી ઘણી રાહત રહેશે.સાથોસાથ રાજયની નદીઓ,જળાશયો અને ડેમમાં ભરપૂર જળ રાશિ ભરાય તો આખા વરસમાં ઘણી રાહત રહેશે.  

ઉકળતી ભઠ્ઠી જેવા નાગપુરમાં વરસાદી ઠંડક થઇ

આજે વિદર્ભના નાગપુરમાં સાંજે સાડા પાંચ વાગેવરસાદી ઝાપટું પડયું હોવાના સમાચાર મળે છે.છેલ્લા એકાદ સપ્તાહથી ૪૫ ડિગ્રી સેલ્સિયસ જેટલા ધગધગતા તાપમાનમાં ઉકળતી ભઠ્ઠી જેવા બની ગયેલા નાગપુરમાં અચાનક વરસાદી માહોલ સર્જાતાં સ્થાનિક નાગરિકોને ઘણી શાતા વળી હતી.વાતાવરણમાં થોડી ઠંડીનો અનુભવ થયો હતો.

નાગપુર સહિત વર્ધા અને ઇંગનઘાટમાં પણ સાંજે વરસાદી માહોલ સર્જાયો હતો એવી માહિતી હવામાન ખાતાના નાગપુર કેન્દ્રનાં સૂત્રોએ જણાવ્યું હતું. 

ગડકરીના સ્વાગતનો મંડપ

આ સૂત્રોએ એવી ંમાહિતી પણ આપી હતી કે  સાંજે  નાગપુરમાં અચાનક  તોફાની પવન સાથે  વરસાદ શરૂ થયો હતો. તોફાની  પવનને કરાણે  ચારે તરફ ધૂળની ડમરી ઉડી હતી.  

બીજી બાજુ કેન્દ્રના પરિવહન ખાતાના  પ્રધાન નીતિન ગડકરીના સન્માન માટે નાગપુરમાં યોજાયેલા  સમારોહમાં  પણ રંગમાં ભંગ  પડયો હતો. તોફાની પવનને કારણે   આખો મંજડપ હવામાં ઉડયો હતો. માઈક સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wi6hNy
via Latest Gujarati News

Post a Comment

0 Comments