અમારા પૈસા પાછા લાવો, સંગીત રસિકોએ કહ્યું

લોસ એંજલ્સ તા. 1 જૂન 2019 શનિવાર

જોરદાર આરંભ કર્યા બાદ વચ્ચે થોડો સમય નિષ્ક્રીય રહ્યા બાદ ફરી એકવાર સંગીત ક્ષેત્રે સિક્કો જમાવવાના સ્પાઇસ ગર્લ્સના પ્રયાસો સફળ નથી થઇ રહ્યા એવું તાજેતરની ઘટનાઓ પરથી લાગ્યું હતું.

વેરાયટી ડૉટ કોમના એક અહેવાલ મુજબ તાજેતરમાં સ્પાઇસ ગર્લ્સે કોન્સર્ટ યોજી હતી. એની ટિકિટો સારી એવી વેચાઇ ગઇ હતી. પરંતુ કોન્સર્ટમાં સ્પાઇસ ગર્લ્સ ટીનેજર સંગીત રસિકોને રીઝવી શકી નહોતી એવું લાગે છે કારણ કે લોકોએ બૂમાબૂમ કરી હતી કે અમારા ટિકિટના પૈસા પાછા લાવો. 

દેખીતી રીતેજ સમજાઇ શકતું હતું કે સ્પાઇસ ગર્લ્સને પહેલાં જેવી સફળતા મળી નહોતી. મેલ બી, મેલ સી, ગેરી હોલીવેલ અને એમ્મા બન્ટન (આ ચારે સ્પાઇસ ગર્લ્સના નામે પ્રોગ્રામો કરે છે) એ ચારેએ સંગીત રસિકોને રીઝવવાના ભરપુર પ્રયાસો કર્યા હતા.  પરંતુ એમને ધારી સફળતા મળી નહોતી. સાઉન્ડ ક્વોલિટી અને ટેક્નીકલ બાબતો પણ સાવ કંગાળ હતી એમ ટીએમઝેડ ડૉટ કોમના રિપોર્ટમાં જણાવાયું હતું.

લોકોએ એવી ફરિયાદ કરી હતી કે સાઉન્ડ ક્વોલિટી નબળી હોવાથી તમે શું ગાઓ છો એના શબ્દો સમજાતા નથી.  



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kfdvum
via Latest Gujarati News

Post a Comment

0 Comments