મુંબઇ તા. 1 જૂન 2019 શનિવાર
ટીવી સ્ટાર હોવા ઉપરાંત ફિલ્મોમાં પ્રવેશેલી મૌની રૉય પોતાના કામને સમર્પિત નથી અને અનપ્રોફેશનલ વર્તન કરે છે એવા આક્ષેપ સાથે એને બોલે ચૂડિયાં ફિલ્મમાંથી પડતી મૂકાઇ હતી.
આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી હીરો છે અને એનો સગ્ગો ભાઇ આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મના નિર્માતા રાકેશ ભાટિયાએ કહ્યું કે મૌનીએ પોતાની સાથે ઉદ્ધત વર્તન થયાનો આક્ષેપ કર્યો છે. એ આક્ષેપ સાવ ખોટ્ટો છે. હકીકતમાં આ ફિલ્મને લગતી સ્ક્રીપ્ટ રીડીંગ બેઠકમાં પચીસ જણ હાજર હતાં. એને ચોક્કસ સમય જણાવવામાં આવ્યો હતો છતાં એ ત્રણ કલાક લેટ આવી હતી. આવું વર્તન વ્યાવસાયિક કલાકાર કરી શકે નહીં. એ વેકેશન માણતી હતી. અડધાથી વધુ સ્ક્રીપ્ટ રીડીંગમાં એ ગેરહાજર રહી હતી.
સ્ક્રીપ્ટ રીડીંગ સેશનમાં ત્રણ કલાક મોડી આવી ત્યારબાદ સૉરી કહેવાને બદલે એ તો જાણે સમગ્ર યુનિટ પર ઉપકાર કરતી હોય એવું એનંુ વર્તન હતું. અમારે ન છૂટકે એને પડતી મૂકવી પડી હતી. અમે આ ફિલ્મમાં મોટી રકમ રોકી છે. ઉપરાંત બીજા ઘણાનો સમય એને કારણે વેડફાય એ ચલાવી લઇ શકાય નહીં એમ નિર્માતાએ કહ્યું હતું.
તેમણે કહ્યું કે અમે શૉખને કારણે ફિલ્મો બનાવતા નથી. આ અમારો વ્યવસાય છે અને એમાં લાખ્ખો રૃપિયાનું રોકાણ થતું હોય છે. કોઇ એક વ્યક્તિના કારણે આવું નુકસાન ચલાવી લઇ શકાય નહીં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30VQXEY
via Latest Gujarati News
0 Comments