ઇશિતાએ પરોક્ષ રીતે સિદ્ધાર્થને ટાર્ગેટ કર્યો

મુંબઇ તા. 1 જૂન 2019 શનિવાર

ઇન્ટરનેશનલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ભાઇની મંગેતર કહેવાતી ઇશિતાએ લંડનમાં રહીને ફરી એકવાર પ્રિયંકાના ભાઇ સિદ્ધાર્થને ટાર્ગેટ કર્યો હોય એેવો સંદેશો સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો.

ગયા સપ્તાહે ઇશિતા અને સિદ્ધાર્થનાં લગ્ન થવાનાં હતાં. અગાઉ આ બંનેની સગાઇ ૨૭ ફેબુ્રઆરીએ થઇ ચૂકી હતી. લગ્ન થવાના ચોવીસ કલાક પહેલાં કંઇક બન્યું હતું જેના કારણે લગ્ન અટકી પડયાં હતાં. 

ઇશિતા લંડન પાછી ચાલી ગઇ હતી અને ત્યાંથી એણે ઇનડાયરેક્ટલી (પરોક્ષ રીતે ) સિદ્ધાર્થને ટાર્ગેટ કર્યો હતો એવું કેટલાક લોકો માને છે. ઇશિતાએ સિદ્ધાર્થનું નામ લીધા વિના લખ્યું હતું કે ફરી કામ પર ચડી રહી છું... કોઇ વ્યક્તિ લાંબો સમય તમને ખુશ રાખી શકતી નથી... હવે તો કામ શરૃ કર્યે છૂટકો છે.... 

આ ટકોર સિદ્ધાર્થના સંબંધમાં કરી હોય એવું કેટલાક લોકો માને છે. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JS5hsI
via Latest Gujarati News

Post a Comment

0 Comments