મુંબઇ તા. 1 જૂન 2019 શનિવાર
ટોચની કલાકાર જોડી અજય દેવગણ અને કાજોલની પુત્રી નીસા દાદા વીરુ દેવગણની યાદમાં યોજાએલી પ્રાર્થના સભા માટે ઘેરથી નીકળતી વખતે રડતી રડતી કેમેરામાં ઝડપાઇ હતી અને ફરી એકવાર સોશ્યલ મિડિયા પર ટ્રોલ થઇ હતી.
બોલિવૂડના સિનિયર એક્શન ડાયરેક્ટર વીરુ દેવગણ ૩૦મી મેએ અવસાન પામ્યા તે દિવસે નીસા મુંબઇના વાંદરા ઉપનગરના એક બ્યૂટી સલોનની બહાર નીકળતી દેખાઇ હતી. એ હસતી હતી અને પાપારાઝી ફોટોગ્રાફર્સે એને ઝડપી લીધી હતી. દાદાના અવસાન ટાણે એ બ્યૂટી સલોનમાં હતી એવી ટીકા સાથે એ સોશ્યલ મિડિયા પર ટ્રોલ થઇ હતી.
હવે વીરુ દેવગનની પ્રાર્થના સભા નિમિત્તે ઘરેથી નીકળતી વખતે એ રડતી ઝડપાઇ હતી અને ખુદ અજય દેવગન એને કારમાં બેસાડવા લઇ જતો દેખાયો હતો.
આ વખતે નીસા ફરી એકવાર ટ્રોલ થઇ હતી. લોકોએ એવી ટીકા કરી હતી કે દાદાની પ્રાર્થનાસભામાં પોતે સુંદર દેખાય એટલા માટે એ બ્યૂટી સલોનની મુલાકાતે ગઇ હતી. આ કઇ જાતનો શોક હતો ?
આમ ત્રણેક દિવસમાં નીસા બબ્બે વાર સોશ્યલ મિડિયા પર ટ્રોલ થઇ હતી. આવું બને ત્યારે એવી ટીકા કરનારા પણ નીકળે છે કે આ રુદન સાચું છે કે પછી અભિનય છે ? રડવાનો અભિનય હોય તો સરસ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QEANev
via Latest Gujarati News
0 Comments