
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 1 મે 2019, શનિવાર
પુણેમાં પ્રતિભાશાળી રાષ્ટ્રીય સ્વિમરે આત્મહત્યા કરી છે. એમબીબીએસના બીજા વર્ષમાં ભણતા આ યુવકની આત્મહત્યાનું ચોક્કસ કારણ પોલીસ પ્રાથમિક તપાસમાં જાણી શકી નહોતી. પોલીસ દરેક બાબતને ધ્યાનમાં રાખીને મામલાની તપાસ કરી રહી છે.
૨૧ વર્ષીય સાહિલ ખાને તેના ઘરમાં ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવી લીધું હતું. તેના પિતા ઓફિસમાં ગયા હતા. તેમણે પુત્ર સાહિલને વારંવાર ફોન કર્યો હતો. પણ તેણે ફોનનો જવાબ આપ્યો નહોતો. આથી પિતાને પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાયું હતું. તેઓ ઓફિસમાંથી ઘરે આવ્યા હતા. ત્યારે પુત્રની આત્મહત્યાની જાણ થઇ હતી.
રાષ્ટ્રીય સ્તર પર સાહિલે સાત સુવર્ણ ચંદ્રક મેળવ્યા હતા. રાજ્યસ્તરની સ્પર્ધામાં પણ તેણે અનેક ઇનામ મેળવ્યા છે. તેની આત્મહત્યાથી અન્ય ખેલાડીઓમાં દુખની લાગણી પ્રસરી ગઇ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Iei1qr
via Latest Gujarati News
0 Comments