
નાશિક તા. 1 જૂન 2019, શનિવાર
વિકાસકામ માટે વૃક્ષો કાપ્યા પછી બીજી જગ્યાએ પાંચ ગણા ઝાડ ઉગાડવાની શરતનું પાલન નહી કરે તેને દંડ ઉપરાંત કારાવાસની સજાની જોગવાઇ કરવામાં આવશે એમ મહારાષ્ટ્રના વનમંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું.
વરિષ્ઠ વન અધિકારીઓની પરિષદને સંબોધતા તેમમે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આ વખતે ૩૩ કરોડ વૃક્ષો રોપવામાં આવશે. આ માટે કરવામાં આવેલી તૈયારીનો પરિષદમાં તાગ મેળવવામાં આવ્યો છે.
મુનગંટીવારે કહ્યું હતું કે અત્યારે રાજ્યમાં મોટા પ્રમાણમાં વિકાસકાર્યો ચાલી રહ્યા છે. આ કાર્યમાં નડતરરૂપ હોય એ વૃક્ષો કાપવા માટેની પરવાનગી પર્યાવરણ વિભાગ પાસેથી મેળવવામાં આવે છે. કાપવામાં આવે એ વૃક્ષોની પાંચ ગણા વૃક્ષો બીજા સ્થળે રોપવાની શરતે આ પરવાનગી અપાય ચે. પણ આ શરતનું પાલન કરવામાં નથી આવતું. એટલે હવે શરતનું પાલન ન કરનારને સીધા જેલભેગા કરવામાં આવશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z4S5EB
via Latest Gujarati News
0 Comments