પીએનબી કૌભાંડ નીરવ મોદીની વધુ સાત કારનું ચોથી જૂને લીલામ થશે


મુંબઇ, તા. 1 જૂન 2019, શનિવાર

પીએનબી કૌભાંડમાં ભારત છોડીને નાસી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીની સાત કાર ચૌથી જૂને ફરી એક વાર લીલામ કરવામાં આવશે. આમાં રોલ્સ રોયઝ ઘોસ્ટ, પોર્શે અને મર્સિડીઝ બેન્ઝનો સમાવેશ છે. આ કાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જપ્ત કરી હતી. જોકે આના પહેલાં પણ લીલામી થઈ ચૂકી હતી પણ તેમાં એને સારી કિંમત મળી નહોતી.

આ વખતે રોલ્સરોયઝની બેઝ પ્રાઈસ રૂ.૧.૫ કરોડ રાખવામાં આવી છે, જ્યારે પોર્શષેની લઘુતમ કિંમત રૂ. ૬૦ લાખ રાખવામાં આવી છે. મર્સિડીઝ બેન્ઝની બોલી રૂ.૪૦ લાખથી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે ૨૫ એપ્રિલે ૧૩ લક્ઝરીકારને ઓનલાઈન લીલામ માટે રખાઈ હતી, આમાંથી નીરવની દસ કાર અને મેહુલ ચોક્સીની બે કાર મળીને રૂ. ૩.૨૯ કરોડની બોલી લાગી હતી, જે બેઝ પ્રાઈસ કરતા વધુ હતી. સાત કારની યોગ્ય કિંમત નહીં મળતાં તેની લીલામી અટકાવાઈ હતી.

ઈડીના જણાવ્યા અનુસાર કેટલીક મિલકતની કિંમત ઘટી રહી છે આથી કોર્ટની પરવાનગી બાદ લીલામીનો નિર્ણય લેવાયો છે.

આ બધી કારે સાઉથ મુંબઈમાં સમુદ્ર મહલ ખાતે પાર્ક થયેલી છે. ઈચ્છુક વ્યક્તિ તેનું નિરક્ષણ કરી શકે છે. લીલામીમાં કારના નવેસરથી ભાવ નક્કી કરાયા છે. આ રકમ સરકાર પાસે જશે એટલે વધુને વધુ ભાવ મળે એવી અપેક્ષા છે.

નીરવ મોદી સામે પીએનબી સાથે રૂ. ૧૩ હજડાર કરોડની ગેરરીતિનો આરોપ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wGSvoF
via Latest Gujarati News

Post a Comment

0 Comments