મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ મહિનામાં 809 ખેડૂતોની આત્મહત્યા


મુંબઇ તા. 1 જૂન 2019, શનિવાર

મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને કર્જમાફીનો લાભ આપ્યા છતાં આત્મહત્યાનો સિલસિલો થંભતો નથી. છેલ્લા પાંચ મહિનામાં ૮૦૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આમ દરરોજ સરેરાશ પાંચ કિસાનોએ જીવન ટૂંકાવ્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

રાજ્યના મદદ અને પુનર્વસન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારીને આધારે મરાઠી દૈનિકના અહેવાલમાં જણાવ્યું છે કે દુકાળની સ્થિતિ, નાશ પામેલો પાક, માથે દેવાનો બોજો, સંતાનોના લગ્નની જવાબદારી જેવાં કારણોસર ખેડૂતોએ આત્મહત્યાનો માર્ગ લીધો હતો. 

મહારાષ્ટ્રમાં અત્યારે જે પરિસ્થિતિ છે ે જોઈને ૧૯૭૨ના કારમાં દુકાળની યાદ આવી જાય છે. એમ ખેડૂતોએ જણાવ્યું હતું. ઢોરને માટે સારો નથી મળતો, પીવા માટે લોકોને પાણી નથી મળતું અને તળાવો સુકાઈ ગયા છે. અને ખેતરો ઉજ્જડ બની ગયા છે. કમોસમી વરસાદને લીધે ખેતીને નુકસાન થયુ હતું. તેનું વળતર હજી સુધી ઘણાને નથી મળ્યું.

મહારાષ્ટ્રના સહકાર પ્રધૌન સુભાષ દેશમુખે જણાવ્યું હતું કે ખેડૂતો આત્મહત્યા ન કરે માટે વિવિધ યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. સહાયની રકમ સીધી તેમના બેન્કના ખાતામાં જમા કરવામાં આવી રહી છે. ખેડૂતોને આર્થિક દ્રષ્ટિએ સક્ષમ કરવા માટે સરકાર બનતા બધા જ પ્રયાસ કરી રહી છે



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XkLDsF
via Latest Gujarati News

Post a Comment

0 Comments