રિશી કપૂરને હવે ઘરે આવવાની ઉતાવળ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 1 જૂન 2019, શનિવાર

રિશી કપૂર છેલ્લા આઠ મહિનાથી  અમેરિકાના ન્યુયોર્કમાં માંદગીની સારવાર લઇ રહ્યો છે. જોકે ત્યારે તેણે પોતાની બીમારી વિશે જણાવ્યું નહોતું. પરંતુ હવે તેણે  કેન્સરથી મુક્ત થયાનું જણાવ્યું હતું. આ દરમિયાન તેની પત્ની નીતુ સિંહ કપૂર સતત તેની સાથે જ છે. 

રિશીએ તાજેતરમાં એક ભાવનાશીલ પોસ્ટ કર્યું છે. ''તેણે ટ્વિટર પર લખ્યું  છે ં કે, '' ન્યુયોર્કમાં મને આવ્યાન ેઆઠ મહિના થઇ ગયા છે. હવે હું ઘરે પાછો ક્યારે જઇ શકીશ.'' થોડા દિવસો પહેલા વાત હતી કે, તેના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે તેને બે મહિનાના જેટલો સમય હજી લાગવાનો છે. તે કેન્સર મુક્ત થઇ ગયો છે. પરંતુ આગળની સારવાર હજી બાકી છે. 

ઉલ્લેખનીય છે કે, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ના રિશીે ટ્વિટ દ્વારા પોતે તબીબી સારવાર માટે અમેરિકા જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે તેણે એ ટ્વિટમાં પોતની બીમારીનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. તે જ્યારે ન્યુર્યોકમાં સારવાર હેઠળ હતો ત્યારે તેની માતા કૃષ્ણરાજ કપૂરનું નિધન થયું હતું, પરંતુ તે ભારત આવી શક્યો નહીં.

૩૦ એપ્રિલના ૨૦૧૯ના તેના મિત્ર રાહુલ રવૈલે રિશી કેન્સર મુક્ત થયાની પોસ્ટ મુકી હતી. સાથે તેણે ટાંક્યુ હતુ ંકે, તેની બીમારીને લગતી થોડી ઔપચારિક્તા બાકી હોવાથી તેણે હજી થોડો વધુ સમય ન્યુયોર્ક રહેવું પડશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xnv67k
via Latest Gujarati News

Post a Comment

0 Comments