હુમા કુરેશી પણ હોલીવૂડની ફિલ્મમાં કામ કરતી જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 1 જૂન 2019, શનિવાર

જૈક સ્નાયડરની ફિલ્મ ' આર્મી ઓફ ધ ડેડ'માં હુમા કુરેશી કામ કરતી જોવા મળશે. હુમા આ ફિલ્મ માટે ઉતાવળી અને ઉત્સાહિત છે. 

હુમાએ આ ફિલ્મ બાબત જણાવ્યુ ંહતુ ંકે, '' આ તક મેળવીને હું સ્વયંને ભાગ્યશાળી માનું છું. આ ફિલ્મ માટે હું ઉત્સાહિત છું. હું ઝૈક સ્નાયડરની બહુ મોટી ફેન છું અને આ ફિલ્મના શૂટિંગની રાહ જોઇ રહી છું.મને હવે બહુ ઉતાવળ આવી છે.''

હુમા આ ફિલ્મમાં એક મહત્વના પાત્રમાં જોવા મળશે. તેણે તેની કારકિર્દી દરમિયાન આવું પાત્ર હજી ભજવ્યુ ંનથી. આ ફિલ્મમાં હુમા સાથે એલા પુર્નેલ, એના ડે લા, રેગુઅરા અને થિયો રોસી જેવા કલાકારો હશે.

હુમા પહેલા પણ બોલીવૂડની અભિનેત્રીઓ હોલીવૂડમાં કામ કર્યું છે. જેમ કે પ્રિયંકાચોપરા, દીપિકા પદુકોણ. હવે ડિમ્પલ કાપડિયા પણ હવે હોલીવૂડની ફિલ્મમાં એક નાનકડી પણ મહત્વની ભૂમિકા ભજવવાની છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WiCKTL
via Latest Gujarati News

Post a Comment

0 Comments