
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 1 જૂન 2019, શનિવાર
આનંદએલ રાયના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'ઝીરો'થી ચર્ચામાં આવેલી શ્રેયા મિશ્રા જલદી જ ભણશાલીની ફિલ્મમાં જોવા મળશે.
સંજય લીલા ભણશાલીના પ્રોડકશનમાં બની રહેલી ફિલ્મ 'મલાલ'માં શ્રેયા એકઆઇટમ સોન્ગમાં જોવા મળશે. ભણશાલી આ ફિલ્મથી પોતાની ભાણેજ શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાનને લોન્ચ કરી રહ્યા છે. આ લવ સ્ટોરીમાં એક આઇટમ ગીત હશે, જેને હાલમાં જ શૂટ કરવામાં આવ્યું છે. શ્રેયા પર ફિલ્માવેલા આ ગીતની કોરિયોગ્રાફી જાણીતા ડાન્સ માસ્ટર ગણેશઆચાર્યે કરી છે.
આ બાબતે શ્રેયાએ જણાવ્યુ ંહતુ ંકે, આ ગીતમ ાટે તેણે ોડિશન આપ્યું હતું. એ સમયે ઘણી યુવતીઓના ઓડિશન થયા હતા, તેથી મારી પસંદગી થશે કે નહીં એ અંગે હુ ંદ્વિધામાં હતી. મને ભણશાલી સાથે કામ કરવાની અદમ્ય ઇચ્છા છે, અને એકટિંગમાં હું ઘણુ ંબધુ કરવા માંગુ છું.મેં બે વરસ સુધી થિયેટરમાં કામ કર્યું છે. તેણે ઓઢિસી ડાન્સ ફોર્મમાં વિશારદ કર્યું છે. તે એરિયલ સિલ્ક રોપ ડાન્સ, કથક અને બોલીવૂડ સ્ટાઇલના ડાન્સ માટે પૂરી રીતે તૈયાર છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IfhrZo
via Latest Gujarati News
0 Comments