
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 1 જૂન 2019, શનિવાર
જૂના ક્લાસિક ગીતોને ફરી રીક્રિએટ કરવાનો હાલ બોલીવૂડમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 'તમન્ના તમન્ના' બાદ ૯૦ના દાયકાનું એક હિટ ગીત ફરી બ્રાન્ડ ન્યુ અવતારમાં રૃપેરી પડદે જોવા મળશે.
૯૦ના દસકામાં'મુકાબલા મુકાબલા'ગીતે દરેક યુવાનોને ડોલાવ્યા હતા. હવે આ ગીત ફરી નવા અવતાર ધારણ કરશે. આ ગીતને વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર'માં લેવામાં આવશે. ૨૫ વરસ બાદ આ ગીતને વિશેષ કારણોસર રીક્રિએટ કરવામાં ાવશે. આ ગીતમાં પ્રભુદેવા પણ વરુણ અને શ્રદ્ધા સાથે થિરકતો જોવા મળશે.આ ફિલ્મનું દિગ્દ્રશન રેમો ડિસોઝા કરી રહ્યો છે. પરંતુ આ ગીતની જવાબદારી પ્રભુદેવા લેશે.
આ મૂળ ગીતને એઆર રહેમાને કમ્પોઝ કર્યુ ંહતું. જ્યારે આ ગીતની રીક્રિએટની જવાબદારી તનિશ્ક લેવાનો છે. તેણે આ પહેલા ૯૦ના દાયકાનું 'આંખ મારે' ગીત રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિમ્બા'માં રીક્રિએટ કર્યુ ંહતું જેમાં રણવીર સિંહ અને સારા થિરકતા જોવા મળ્યા હતા.હવે આ ગીત પણ તનિશ્ક માટે એક પડકાર બનશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xsr2CV
via Latest Gujarati News
0 Comments