
પીટીઆઈ) નવી દિલ્હી, તા. 1 જૂન, 2019, શનિવાર
કેન્દ્રીય મંત્રી દેબશ્રી ચૌધરીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ચેતવણીના સૂરે કહ્યું કે જો તેમની સરકાર કેન્દ્રીય યોજનાઓને તેમના રાજ્યની જનતા સુધી પહોંચતા અટકાવશે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.
લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની રાયગંજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા દેબશ્રીએ કહ્યું કે, 'હું રાજ્ય સરકાર સાથે પરસ્પર સમજણ સાધીને કામ કરવા માંગુ છું અને દેશના બાકીના ભાગોની સાથે જ કેન્દ્રીય યોજનાઓના અમલીકરણની વાત આવે ત્યારે બંગાળ સરકાર તરફથી કોઈ અવરોધ ન આવે તેમ ઈચ્છુ છું. જો રાજ્ય સરકાર અમારા કામની ગતિમાં આડખીલીરુપ બનશે તો રાજ્યના લોકો જ તે અવરોધોને દૂર કરી બતાવશે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવનિયુક્ત કેબિનેટમાં મહિલા તથા બાળવિકાસ રાજ્યમંત્રી તરીકે સ્થાન પામેલા ભાજપના મહિલા નેતા દેબશ્રીએ નવી સરકાર માટે મહિલા સશક્તિકરણ મુખ્ય પ્રોજેક્ટ હોવાનું જણાવ્યું. વધુમાં કહ્યું કે, ગત એનડીએ સરકારે પણ મહિલાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તથા અમારો ધ્યેય આગામી પાંચ વર્ષમાં મહિલા વિકાસના સંદર્ભે લક્ષ્યાંકો સિદ્ધ કરવાનો છે.
તેમણે આગળનો માર્ગ પડકારરુપ હશે તે સ્વીકારીને શક્ય તેટલું વધુ કામ કરવા પ્રયાસ કરશે તેવી ખાતરી આપી હતી. પશ્ચિમ બંગાળના બે ભાજપી નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે જેમાં બાબુલ સુપ્રિયો અને દેબશ્રી ચૌધરીનો સમાવેશ થાય છે. ગાયકમાંથી રાજકારણી બનેલા બાબુલ સુપ્રિયોને ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QD2Fj2
via Latest Gujarati News
0 Comments