ભારતમાં Tik Tok પરનો પ્રતિબંધ હટાવાયો, ચીની કંપનીને મોટી રાહત

નવી દિલ્હી, તા. 25. એપ્રિલ 2019 ગુરુવાર

મદ્રાસ હાઈકોર્ટની મદુરે બેન્ચે ચીની વીડિયો શેરિંગ એપ ટિક ટૉક પરના પ્રતિબંધને હટાવી દીધો છે. કોર્ટમાં બુધવારે આ કેસની સુનાવણી થઈ. જેમાં આ એપ પર લાગેલા બેનને હટાવી દેવામાં આવ્યો છે.

ટિક ટૉક માટે આ મોટી રાહત છે. ટિક ટોક એપ ચીનની કંપની બીટેન્ડન્સની માલિકીની છે. ભારતે તેના પર મૂકેલા પ્રતિબંધ બાદ કંપનીની કમાણીને રોજનો પાંચ લાખ ડોલર એટલે કે સાડા ત્રણ કરોડ રૂપિયાનો ફટકો પડી રહ્યો હતો.

કમાણીમાં પડેલા ગાબડા બાદ કંપની પોતાના 250 જેટલા કર્મચારીઓને છુટા કરે તેવી પણ આશંકા હતી.

મદ્રાસ હાઈકોર્ટે આ એપ પર પ્રતિબંધ મુકવાના આપેલા આદેશ બાદ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. પ્રતિબંધ હટી જાય તે માટે કંપનીએ પોતાની તમામ વિગતો સુપ્રીમમાં રજૂ કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WdyJMg
via Latest Gujarati News

Post a Comment

0 Comments