હું લીવ ઇન રિલેશનશીપમાં રહેવાની નથી: આલિયા ભટ્ટ


મુંબઇ, તા. 25 એપ્રિલ 2019, ગુરૂવાર

મોખરાની અભિનેત્રી આલિયા ભટ્ટે એવો ખુલાસો કર્યો હતો કે હું રણબીર કપૂર સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવાની નથી. આ અંગેના મિડિયા રિપોર્ટ નરી ગોસિપ છે.

અત્યાર અગાઉ રણબીર કપૂર અને કેટરિના કૈફ લગભગ પાંચેક વર્ષ સુધી લીવ ઇન રિલેશનશીપથી એક ફ્લેટમાં સાઘે રહ્યાં હતાં. બંને સાથે વિદેશ પ્રવાસો પણ કરતાં હતાં. વેકેશન સાથે ગાળતાં હતાં. 2018ના આરંભે બંનેના સંબંધોમાં તિરાડ પડી હતી અને બંને છૂટાં પડી ગયાં હતાં.

તાજેતરમાં એવા અહેવાલ પ્રગટ થયા હતા કે રણબીર કપૂરની હાલની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ રણબીર સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવા જવાની છે. આ બંને એક ઇન્ટરિયર ડિઝાઇનરને ત્યાં સાથે જોવા મળ્યા હતા. એના પગલે લીવ ઇન રિલેશનશીપની વાતો વહેતી થઇ હતી. એ વિશે આલિયાએ ખુલાસો કર્યો હતો.

આ બંને હાલ કરણ જોહરની બ્રહ્માસ્ત્ર ફિલ્મ સાથે કરી રહ્યાં છે. આ ફિલ્મના વિદેશમાં થઇ રહેલા શૂટિંગ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા હતા. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GFUYoU
via Latest Gujarati News

Post a Comment

0 Comments