
લોસ એંજલ્સ, તા. 25 એપ્રિલ 2019, ગુરૂવાર
હોલિવૂડની મોખરાની અભિનેત્રી કેટ બેકિન્શેલ એક એક્શન સભર કોમેડી ફિલ્મ કરશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
ફિલ્મ સર્જક તાન્યા વેક્સલરે એને આ એક્શન કમ કોમેડી ફિલ્મ જોલ્ટ માટે કેટને સાઇન કરી હતી. સ્કોટ વાશ્ચાએ લખેલી આ સ્ક્રીપ્ટ ખરેખર બેઠકમાં જકડી રાખે એવી છે. એમાં કેટ લીન્ડી નામની એક એવી મહિલાનો રોલ કરશે જેને અવારનવાર કોઇની હત્યા કરવાની ઇચ્છા જાગે છે. પોતે એ ઇચ્છાને વશ ન થાય એ માટે લીન્ડી પોતાની જાતને ઇલેક્ટ્રીક શૉક આપે એવી બ્રા પહેરે છે. જ્યારે જ્યારે હત્યા કરવાનો ઉન્માદ જાગે ત્યારે એ પોતાની જાતને શૉક આપીને વારે છે એવી સ્ટોરીલાઇન આ સ્ક્રીપ્ટમાં છે.
ડેડલાઇન ડૉટ કોમના અહેવાલ મુજબ આ વર્ષના જુલાઇમાં ઇંગ્લેંડ ઉપરાંત બલ્ગેરિયાના સોફિયા શહેરમાં શૂટિંગ શરૂ થશે. કેટે આ ફિલ્મ કરવાની હા પાડી તેથી પોતે ઉત્તેજિત થઇ હતી એમ તાન્યાએ કહ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XB1NOi
via Latest Gujarati News
0 Comments