જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા

શ્રીનગર, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ગુરુવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માર્યા ગયેલા આતંકવાદીઓના નામ સફદર અમીન ભટ અને બુરહાન અહેમદ ગની છે. આ આતંકવાદીઓ હિઝબુલ મુઝાહિદ્દીનના હોવાનું કહેવાય છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિજબેહરા વિસ્તારના બાગેન્દ્ર મહોલ્લામાં આતંકવાદીઓ હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન ચાલુ કર્યું. તપાસ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો જેનો સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો. બંને તરફથી ભારે ફાયરિંગ થયું. આ દરમિયાન અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા.

મૃત આતંકવાદીઓના મૃતદેહ ઘટનાસ્થળેથી મળી આવ્યાં છે. અથડામણ સ્થળેથી હથિયાર અને દારુગોળો પણ જપ્ત થયો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IH1PAA
via Latest Gujarati News

Post a Comment

0 Comments