
નવી દિલ્હી, 25 એપ્રિલ 2019, ગુરુવાર
25 એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસ પહેલા જ આફ્રિકાના મલાવામાં નિષ્ણાંતોએ દુનિયાની પહેલી મલેકિયા વૈક્સીન લોન્ચ કરી છે. આ વૈક્સીન 5 મહિનાથી 2 વર્ષ સુધીના બાળકો માટે તૈયાર કરવામાં આવી છે. આ જાણકારી WHO દ્વારા ટ્વીટ કરી આપવામાં આવી છે. સંસ્થાના જણાવ્યાનુસાર આ વૈક્સીન બાળકોને મલેરિયાથી બચાવવામાં મદદ કરશે.
સંસ્થાના ડાયરેક્ટર ટેડ્રો અદનોમ ઘેબ્રેયિયસના જણાવ્યાનુસાર, છેલ્લા 15થી મલેરિયાને નિયંત્રિત કરવા માટે અનેક ઉપાય કરવામાં આવ્યા પરંતુ તેમાં સફળતા ન મળી. પરંતુ તાજેતરમાં જ 30 વર્ષથી કરવામાં આવેલા સંશોધન બાદ મલેરિયા માટેની વૈકસીન તૈયાર થઈ ચુકી છે. આ વૈકસીન બાળકોને મલેરિયાથી બચાવવામાં મદદ કરશે. આ વૈકસીન લીધા બાદ મલેરિયાના પરજીવી શરીરમાં વધી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષ 2016માં મલેરિયાના 1 લાખથી વધારે કેસ નોંધાયા હતા જેમાંથી 331 લોકોનો મોત થયા હતા. પાંચ વર્ષથી નાના બાળકોનું આ બીમારીના કારણે મોત થવાનું જોખમ વધી જાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZBe9HM
via Latest Gujarati News
0 Comments