કોલંબો, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર
શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા સીરિયલ બ્લાસ્ટને હજુ ચાર દિવસ થયાં છે ત્યાં તો ગુરુવારે સવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી 40 કિલોમીટર દૂર પુગોડા શહેરમાં વિસ્ફોટના અવાજ સંભળાયા છે.
કોલંબોના પૂર્વમાં આવેલા આ શહેરની પોલીસ અને સ્થાનિક લોકોનું કહેવું છે કે પુગોડામાં મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળની ખાલી જગ્યામાં આ વિસ્ફોટ થયો છે. પોલીસ મામલાની તપાસમાં લાગી છે. ઉલ્લેખનીય છે કે ઇસ્ટરના દિવસે થયેલા બોમ્બ વિસ્ફોટોમાં 359 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં જ્યારે 500થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતાં.
શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટની જવાબદારી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે સ્વીકારી છે. સીરિયલ બ્લાસ્ટના મામલામાં શ્રીલંકાના પ્રશાસને લગભગ 60 જણાની ધરપકડ કરી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W4g5Xb
via Latest Gujarati News
0 Comments