નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર
લોકસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી, બહૂજન સમાજ પાર્ટી અને રાલોદની પહેલી સંયુક્ત રેલી દેવબંદમાં કરી. માયાવતી અને અખિલેશ યાદવે અહીં હૂકાર ભરી કહ્યું કે, આ વખતે આગામી વડાપ્રધાન મહાગઠબંધનમાંથી હશે, ભાજપ સત્તામાંથી ચાલી જશે.
અખિલેશ યાદવે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે, શરાબ બોલનારા લોકો સત્તાના નશામાં ચૂર છે. આ ગઠબંધન નવા વડાપ્રધાન બનાવવાનારું ગઠબંધન છે. જ્યારે રાલોદ પ્રમુખ અજિતસિંહે કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં આવેલા લોકોથી ખ્યાલ આવે છે કે, ભાજપના સુપડા સાફ થઇ ગયા છે.
રેલીમાં સંબોધિત કરતા માયાવતીએ કહ્યું કે, રેલીની સુચના મળતા જ વડાપ્રધાન ગભરાય ગયા છે. ભાજપ જઇ રહ્યું છે મહાગઠબંધન આવી રહ્યું છે. આઝાદી બાદથી આવેલી ભાજપ-કોંગ્રેસની સરકારોએ સામાન્ય લોકો પર અત્યાચાર કર્યા છે. તેમજ તેમણે કહ્યું કે, EVMમાં ગડબડ નહી થઇ તો મહાગઠબંધનની જીત થશે. ભાજપના શાસનમાં અનામત વ્યવસ્થા નબળી પડી. તેમજ માયાવતીએ GST અને નોટબંધીને ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો.
આ સિવાય માયાવતીએ અતિગરીબ પરીવારને સરકારી કે બિનસરકારી નોકરી આપવાનો પ્રયાસ કરશે તેમજ મુસ્લિમ મતદારોને મહાગઠબંધનને મત આપવાની અપીલ કરી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WRJTqg
via Latest Gujarati News
0 Comments