નવી દિલ્હી, 17 એપ્રિલ 2019, બુધવાર
ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ એપ અને વેબસાઈટ યૂટ્યૂબએ મહત્વની ઘોષણા કરી છે. યૂટ્યૂબએ પોતાના ઈનબોક્સમાં કયા વીડિયો પર સરકાર તરફથી પૈસા લગાડવામાં આવ્યા છે તેની જાણકારી આપવાનો નિર્ણય કર્યો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
કયા વીડિયો પર સરકારના પૈસા લાગ્યા છે તેની જાણકારી જાહેર કરવા અંગે લેવામાં આવેલા નિર્ણય અંગે યૂટ્યૂબના નિદેશકએ જણાવ્યું છે કે તેમનો આદેશ યૂઝર્સને વધારાની સૂચનાઓ પ્રદાન કરવાની છે. યૂઝર્સ જે સમાચાર જુએ છે તેના સ્ત્રોત વિશે તેઓ જાણકારી મેળવી શકશે. આ નિર્ણયથી ભ્રામક વીડિયો પર પણ રોક લાગશે. આ જાણકારી હિંદી અને અંગ્રેજી ભાષામાં આપવામાં આવશે.
કોઈ ચેનલ પર એવા સમાચાર છે જેનું ફંડ સરકારએ આપ્યું હશે તો તેની વિગતો પેનલમાં દર્શાવવામાં આવશે. સરકારી ફંડિંગવાળા પ્રકાશકની લિંક પણ વિકિપીડિયા પેજ પર પણ દેખાડવામાં આવશે. આ ઉપરાંત યૂટ્યૂબ બ્રેકિંગ ન્યૂઝ અને ટોપ ન્યૂઝ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ કરાવશે. એક રીપોર્ટ અનુસાર ગૂગલ, યૂટ્યૂબ અને અન્ય પ્લેટફોર્મ પર ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં 3.76 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ભાજપ દ્વારા 1.21 કરોડના વિજ્ઞાપન જાહેર કર્યા છે જ્યારે ટીડીપીએ 1.48 કરોડનો ખર્ચ કર્યો છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KLuDtB
via Latest Gujarati News
0 Comments