નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2019, બુધવાર
ગૂગલે મદ્રાસ હાઇકોર્ટના નિર્દેશોનું પાલન કરતા ભારતમાં ખૂબ લોકપ્રિય વીડિયો એપ TikTok બ્લોક કરી દીધી છે. આનો મતલબ એ કે હવે ગૂગલ પ્લેસ્ટોર પરથી આ એપ ડાઉનલોડ નહીં થઇ શકે.
TikTok એપ જે કંપનીએ બનાવી છે એ ચીની કંપની Bytedance Technologyએ એપને બ્લોક કરવાના હાઇકોર્ટના નિર્ણયને પાછો લેવા અનુરોધ કર્યો હતો પરંતુ હાઇકોર્ટે એ વિનંતી ફગાવી દીધી હતી. એ પછી ગૂગલે આ એપ બ્લોક કરવાનો નિર્ણય લીધો છે.
મદ્રાસ હાઇકોર્ટે 3 એપ્રિલે કેન્દ્રને TikTok પર બેન લગાવવાનો આદેશ આપ્યો હતો. એ સાથે જ કોર્ટે કહ્યું હતું કે TikTok એપ પોર્નોગ્રાફીને ઉત્તેજન આપે છે અને બાળકોને યૌન હિંસક બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે TikTok એપ પર અશ્લીલ સામગ્રી પીરસવાનો આરોપ છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KJ9EHT
via Latest Gujarati News
0 Comments