હાલમાં સ્કૂલ કોલેજમાં વકેશનનો માહોલ ચાલી રહ્યો છે, સ્ટુડન્ટસ ઉનાળું વેકેશનની મજા માણવા માટે પરિવાર સાથે વિવિધ સ્થળોની મુલાકાત લેતા હોય છે. ત્યારે હેરિટેજ સ્થાપત્યોના સંવર્ધન માટે કામ કરતી સંસ્થા અતુલ્ય વારસો દ્વારા વેકેશનમાં સ્ટુડન્ટસ હેરિટેજ ટુરનું આયોજન કરવામાં આવશે. ટુરમાં જોડાવ માટે વાલીઓ અને શાળાઓ દ્વારા આવતા પ્રસ્તાવને માન્યતા આપવામાં આવશે.
10 જેટલા સ્થળોની પસંદગી કરવામાં આવી છે
સ્ટુડન્ટસ હેરિટેજ ટુર માટે હાલમાં ૧૦ જેટલા સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં કપડવંજ, પાટણ, સિદ્ધપુર, વિજયનગર પોળો, મહેમદાવાદ, ધોળકા, વડનગર, હલીસાનો ભમ્મરીયો કૂવો, કંથારપુર વડ અને અમદાવાદ શહેર જેવા વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે. ઉપરાંત ઉવારસદ, આંબાપુર અને અડાલજની વાવનો પણ સમાવેશ થાય છે.
હેરિટેજ પ્રોગ્રામમાં યુવાઓથી લઇ વૃદ્ધો જોડાય છે
હેરિટેજની સમજ બાળકોને મળે તે માટે અમારી ટીમ દ્વારા સ્કૂલના બાળકો માટે વેકેશનમાં સ્પેશ્યિલ ટુરનું આયોજન કર્યું હતું, આ ટૂરમાં દરેક લોકો જોડાઇ શકશે. - કપિલ ઠાકર, અતુલ્ય વારસો
દીકરીનો દરેક જન્મદિવસ હેરિટેજ સ્થળ પર ઉજવે છે
વર્ષોથી હેરિટેજ વૉક સાથે જોડાયેલું દંપતી નિરવ અને ઉર્વશી પંચાલ દ્વારા દર વર્ષે તેમની દીકરીના જન્મદિવસની ઉજવણી હેરિટેજ સ્થળો પર કરવામાં આવે છે. આ વર્ષે પણ આગામી ૧૮મી એપ્રિલે દંપતી દ્વારા દીકરીની પાંચમી વર્ષગાંઠ ઉવારસદની વાવ ખાતે ૨૦૦ દિવડા પ્રગટાવી કરવામાં આવશે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DfaWnS
via Latest Gujarati News
0 Comments