કોમ્યુનિકેશન થવું જોઇએ, મોબાઇલ રાખવોએ ગૌણ છે પરંતુ હવે મોબાઇલનો ઉપયોગ કરીશ

મોબાઇલ રાખવા કે નહીં તે મહત્ત્વનું નથી, પરંતુ કોમ્યુનિકેશન યોગ્ય રીતે થાય તે મહત્ત્વનું છે. તેમ એનઆઇડીના નવા નિમાયેલા ડિરેક્ટર પ્રો. પ્રવીણ નાહરે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, હવે એનઆઇડીના ડિરેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યા પછી મોબાઇલ ભવિષ્યમાં મોબાઇલનો ઉપયોગ કરી શકું છું.ડિરેક્ટર તરીકે મારું પહેલું કાર્ય રીસર્ચ વધારવા પર ભાર આપવાનું રહેશે, એનઆઇડીને નેશનલ ઇમ્પોર્ટન્ટનો દરજ્જો મળ્યો છે. ત્યારે ઈન્સ્ટિટયૂટ પાસેથી સારા રિસર્ચની આશા બધા ક્ષેત્રે હોય છે.


પ્રો. પ્રવીણ નાહરે એનઆઇડીમાં ગુજરાતના સ્ટુડન્ટસ વિશેની વાતચીતમાં કહ્યું કે, એનઆઇડી એક નેશનલ ઇન્સ્ટિટયૂટ છે, તેથી તેમા ક્યાં રાજ્યના સ્ટુડન્ટસ વધારે છે તે વાત મહત્ત્વની નથી. પરંતુ ગુજરાતના સ્ટુડન્ટસ એનઆઇડીમાં આવે તે માટે સંસ્થા દ્વારા સમર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાય છે. ઉપરાંત બેઝિક ડિઝાઇનનું નોલેજ મળે માટે ઓનલાઇન કોર્સ પણ ચલાવવામાં આવે છે. ઇકોનોમિકલી વીક સેક્શન અંતર્ગત આવતા સ્ટુડન્ટસ માટેનો રીપોર્ટ હાલમાં આવ્યો નથી, તેના પર કામ કરતી કમિટીનો નિર્ણય આવશે ત્યારે એડમિશનની પ્રક્રિયા આગળ વધશે.




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VNGhVW
via Latest Gujarati News

Post a Comment

0 Comments