કળાંશ અંતર્ગત 'કલાસંગમ'માં આર્ટ અને લિટરેચર ટૉક સિરીઝ ચાલુ કરી છે. જેમાં અલગ અલગ ક્રિએટીવ ફિલ્ડના લોકો તેમની કલા અને સાહિત્યની સફર વિશે વાત કરે છે. દર મહિનાના બીજા શનિવારે યોજાતી આ ટોક ઓપન ફોર ઓલ છે જેમાં આ સિરિઝમાં બે સફળ ગુજરાતી ફિલ્મ સાહેબ અને પાસપોર્ટના લેખક પરેશ વ્યાસે પોતાના ફિલ્મલેખનના અનુભવો અને ગુજરાતી ફિલ્મના વર્તમાનની વાત કરી હતી. આ ટૉક શોમાં એવા પાસાઓ વિશે વાત કરી જે જર્શાક તરીકે સામાન્ય માણસની કલ્પનાની બહાર હોય છે. બે કલાકની ફિલ્મ પાછળ મહિનાઓ અને વર્ષોની મહેનત હોય છે અને કેવા કેવા ચેલેન્જીસનો સામનો કરવો પડે છે તે અંગે વાત કરી અને ઓડિયન્સ સાથે ઇન્ટરેક્ટ કર્યું હતું.
લેખકે લખી હોય એવી જ ફિલ્મ રિલિઝ થાય તે જરૃરી નથી
ફિલ્મમાં એક લેખક તરીકે તમારે ઘણી જીણી જીણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ફિલ્મ લખતી વખતે ઘણી વખત કોઇપણ વ્યક્તિની ધાર્મિક કે સામાજિક લાગણી લાગણીઓ ન દુભાય તેનું ધ્યાન રાખીને ચાલવાનું હોય છે આ સાથે સરકાર માટે કોઇ વિવાદનો મુદ્દો ના બને તેનો ખ્યાલ રાખવો પડે. આ ઉપરાંત એક લેખક તરીકે તમે જે રીતે ફિલ્મ લખી હોય એવી જ ફિલ્મ રિલિઝ થાય તે જરૃરી નથી કારણકે, એડિટિંગ થતી લખતે ઘણું બધુ કપાઇ જતું હોય છે.
ભૂતકાળમાં કરેલી ભૂલોથી ઘણું શીખ્યો છું
નિખાલસપણે પોતાનાથી થયેલી ભૂલોનો સ્વીકાર કરતા પરેશ વ્યાસે કહ્યું કે, ભવિષ્યમાં જ્યારે હું કોઇ પણ ફિલ્મ લખું ત્યારે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું એ બાબતો મને ભૂતકાળમાં કરેલી મારી ભૂલોથી મને શીખવા મળી છે. મને લાગે છે કે યુવાનોના પ્રશ્નો પર પ્રકાશ પાડતી ફિલ્મો બનવી જોઇએ કારણકે સાહેબ જેવી ફિલ્મો સમાજમાં કે એજ્યુકેશનલ સિસ્ટમમાં સારા બદલાવ લાવી શકે છે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DhHPjH
via Latest Gujarati News
0 Comments