સ્ટુડન્ટસે તૈયાર કરેલા 9 નાટકમાં સમાજની કડવી વાસ્તવિકતા રજૂ થઇ

નાટક- અમે અહિથી નહી જઇએ

ડાયરેક્ટર- પ્રતિક શર્મા, એક્ટર- પુષ્પલત્તા ઉપાધ્યાય અને પ્રદિપસિંહ સોલંકી 

નાટક વિશે - ગર્ભમાં રહેલ બાળક જ્યારે ૯ મહિના માતાના ગર્ભમાં રહીને બહાર આવે છે ત્યારે તે રડે છે કેમ કે તેને ત્યાં ફાવી ગયું છે અને તે માણસ જ્યારે પૃથ્વી પર જીવવા લાગે છે ત્યારે તેને દુનિયા છોડીને નથી જવું હોતું. આથી દરેક માણસે જ્યા પણ તેની દુનિયા બનાવી હોય તેને છોડવા તે તૈયાર થતો નથી તેવી વાત દર્શાવતું ડાર્ક હ્યુમર તરીકે આ નાટક પ્રેઝન્ટ થયું 

નાટક- રસિક

ડાયરેક્ટર- પ્રતિમા બ્રહ્મભટ્ટ, એક્ટર- પ્રતિક શર્મા અને પ્રતિમા બ્રહ્મભટ્ટ

નાટક વિશે -  આ એક ખૂબ જ ચેલેન્જિંગ નાટક હતું જેમાં બે એક્ટર્સ એક પણ બ્રેક લીધા વગર બ્લેક આઉટ અને પોઝ વગર ભૂતકાળમાંથી ભવિષ્યમાં આવતા હોય તેનો અભિનય કર્યો હતો. મિડલ ક્લાસની ખૂબ સુંદર વાત આ નાટકમાં કરાઇ છે નાટકના સંવાદ બે ઘડી વિચાર કરી દે તેવા અને નવી દિશા ચીંધનાર છે.

નાટક- ગ્રાહક

ડાયરેક્ટર- પુષ્પલત્તા ઉપાધ્યાય, એક્ટર- પાર્થ જાની, પ્રદિપસિંહ સોલંકી, સ્મિત જોશી અને પ્રતિક શર્મા

નાટક વિશે - આ મૂળ મરાઠી નાટક જેને હિન્દીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. નાટકમાં ફિલોસોફી પર વાત કરતા અભિનેતા કહે છે કે , હમ બહુત હી અભાગે લોગ હૈ, સારા જીવન દુસરો કે સહારે હી જીતે હૈ, બાપ શાદી કરવાતા હૈ.. સરકાર નોકરી દેતી હૈ ઓર સસુરા બીવી બચ્ચે દેતી હૈ.




from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KJBnsc
via Latest Gujarati News

Post a Comment

0 Comments