મુંબઇ તા. 17 એપ્રિલ 2019, બુધવાર
હોનહાર અભિનેત્રી કૃતિ સેનને કહ્યું હતું કે કોઇ પણ કલાકારનુ મહેનતાણું એણે ફિલ્મમાં કેટલો પરિશ્રમ કર્યો છે, એના પાત્રનું ફિલ્મની સફળતામાં કેટલું પ્રદાન છે અને ફિલ્મે ટિકિટબારી પર કેવો દેખાવ કર્યો છે એને આધારે નક્કી થવું જોઇએ.
'હજુ આજે પણ હીરોની તુલનાએ હીરોઇનોને યોગ્ય મહેનતાણું મળતું નથી, કેમ જાણે હીરોઇનો માત્ર શોભાની ઢીંગલી હોય એ રીતે તેમને પે કવર ચૂકવાય છે. અલબત્ત, પહેલાં કરતાં આજે પરિસ્થિતિ થોડી સુધરી છે. પરંતુ તો પણ હીરોઇનોને વાજબી મહેનતાણું મળતું નથી' એમ કૃતિએ કહ્યું હતું.
કાર્તિક આર્યન સાથેની ફિલ્મ લૂકા છૂપી ઠીક ઠીક સફળતાને વર્યા બાદ કૃતિ કરણ જોહરની ફિલ્મ કલંકના એક ગીતમાં દેખાઇ હતી. 2014માં કારકિર્દીનો આરંભ કરનારી કૃતિ હાલ સારી ફિલ્મો કરી રહી છે.
એણે કહ્યું કે અત્યારે મહિલા કલાકારોની સ્થિતિ સુધરી હોય તો એને માટે હું દર્શકોનો જાહેરમાં આભાર માનું છું. દર્શકોએ નાયિકા પ્રધાન ફિલ્મોને પણ સારો આવકાર આપીને અભિનેત્રીેઓની દાયકાઓ જૂની પરિસ્થિતિમાં સારો એવો બદલાવ સર્જ્યો છે. નાયિકા પ્રધાન ફિલ્મોએ સારી કમાણી પણ કરી છે એટલે એ પુરુષ પ્રધાન ફિલ્મોદ્યોગમાં ઠીક ઠીક પરિવર્તન લાવી શકી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VQZ5Ub
via Latest Gujarati News
0 Comments