મોટાભાગના લોકો તૈયાર થઇને ઘરની બહાર નીકળતાં પહેલા ડિયો કે પર્ફ્યૂમ અવશ્ય લગાવે છે. કેટલાક તો એવા હોય છે કે થોડાં કલાકે કલાકે એને લગાવ્યાં કરે છે. જો તમે જરૂર કરતાં વધારે ડિયો કે પર્ફ્યૂમ લગાવવાના શોખીન હોવ તો તમને જણાવી દઈએ કે તમારી હેલ્થને નુકસાન કરી શકે છે.
1. ત્વચાની નરમાશ શોષી લે છે
મોટાભાગના પર્ફ્યૂમમાં આલ્કોહોલ હોય છે જે ત્વચામાંથી કુદરતી નરમાશને શોષી લે છે. પરિણામે હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ થઇ શકે છે. તેમાં રહેલા ન્યૂરોટોક્સિન તમારી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે.
2. હાર્મોનનું સંતુલન બગડે છે
જો તમે રોજે જરૂરથી વધારે ડિયો કે પર્ફ્યૂમ લગાવતાં હોવ તો એ તમારી ત્વચાની અંદર જઈને હોર્મોન્સનું સંતુલન પણ બગાડી શકે છે. ઘણીવાર તે ત્વચાપર નિશાન કે એલર્જીનું કારણ પણ બને છે.
3. અલ્ઝાઈમરની આશંકા વધે છે
ઘણાં ડિઓડરેન્ટમાં એવા કેમિકલ હોય છે જે અલ્જાઇમર અને શ્વાસને લગતી તકલીફોનું એક કારણ બને છે. સાથે જ વધારે તીવ્ર ગંધવાળા ડિયો અને પર્ફ્યૂમ નાકના તંતુઓનને પણ હાનિ પહોંચાડે છે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CDryFw
via Latest Gujarati News
0 Comments