મુકેશ અંબાણીની જેમ લક્ષ્મી મિત્તલે પણ નાના ભાઇને પૈસાની મદદ કરી બચાવ્યાં


નવી દિલ્હી, તા. 27 માર્ચ 2019, બુધવાર

દેવામાં ડુબેલા અનિલ અંબાણીને મોટાભાઇ મુકેશ અંબાણીએ મદદ કરી કરી હતી તે રીતે સ્ટીલ ટાઇકૂન લક્ષ્મી મિત્તલે નાના ભાઇને બચાવ્યો છે. તેમણે  STC (State Trading Corporation)ની સાથે દેવા મામલે નાના ભાઇ પ્રમોદ મિતલને 1600 કરોડ રૂપિયા આપ્યાં છે.

સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનની સાથે લેવડદેવડમાં પ્રમોદ મિત્તલને 2,210 કરોડ રૂપિયા ચુકવવાના હતા. કાયદાકીય ભીંસ વધતી જોઇ મોટા ભાઇ લક્ષ્મી મિત્તલે મદદ માટે આગળ આવ્યા અને તેમને 1600 કરોડની આર્થિક મદદ કરી. ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગના માલિક પ્રમોદ મિત્તલે કહ્યું કે હું મોટા ભાઇ લક્ષ્મી મિત્તલની મદદ માટે ખુબ આભારી છું. તેનાથી મને સુપ્રીમ કોર્ટના હુકમથી બચવામાં મદદ મળી છે.

આ દર્શાવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પરિવાર તમારી પડખે ઉભો રહે તે તમને તાકાત આપે છે. ઉલ્લેખનીય છે કે મિત્તલ બ્રધર્સ 1994માં વ્યવસાયીક સ્પર્ધાના કારણે અલગ થઇ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની કંપની ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગને સરકારી કંપની એસટીસીને ચુકવવાની બાકી રકમને લઇને ડિફોલ્ટ કરી હતી, ત્યાર બાદ પ્રમોટર પ્રમોદ મિત્તલની સામે કેટલીય ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જોકે, મોટા ભાઇની મદદ બાદ તેમની કંપનીને એસટીસીને 2210 કરોડની ચૂકવણી કરવામાં સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે આરકોમના ચેરમેન અનિલ અંબાણીને સ્વીડિશ કંપની એરિક્સનને પૈસા આપવાના વિવાદને લઇને જેલમાં જવાની પરિસ્થિતિ આવી હતી. ત્યારે મોટા ભાઇ મુકેશ અંબાણી તેમને 450 કરોડની મદદ કરી બચાવી લીધા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OucxdK
via Latest Gujarati News

Post a Comment

0 Comments