નવી દિલ્હી, તા. 27 માર્ચ 2019, બુધવાર
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પોતાની એક બુકના વિમોચનના કાર્યક્રમમાં કહ્યું છે કે, તેમને લાયક જો કોઇ તક મળશે તો તે ભારત પરત આવવા તૈયાર છે. તેમણે કહ્યું હું જ્યાં છુ ત્યા ખુબ ખુશ છું પરંતુ મારે લાયક કોઇ તક આવશે તો હું હંમેશા ત્યાં રહેવા માંગીશ.
રઘુરામ રાજન હાલ શિકાંગો યૂનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં અધ્યાપનનું કામ કરી રહ્યાં છે. તેમને જાહેર સેવા અથવા રાજકિય ભૂમિકામાં ભારત પરત ફરવા ઇચ્છશે તેના પર તેમણે આ જવાબ આપ્યો હતો અને બીજી તરફ તેવી પણ અટકળો ચાલી રહી છે કે જો સામાન્ય ચૂંટણીમાં મહાગઠબંધનની સરકાર બનશે તો તેઓ નાણાંમંત્રી બની શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YsZXQN
via Latest Gujarati News
0 Comments