મિશન શક્તિ પર ક્રેડિટ લેવા ભાજપ અને કોંગ્રેસમાં હોડ, આપ્યા આવા નિવેદનો


નવી દિલ્હી,તા.27.માર્ચ 2019, બુધવાર

ભારતે અંતરિક્ષમાં મિશન શક્તિ થકી  મિસાઈલ વડે સેટેલાઈટ તોડી પાડીને મહત્વની સિધ્ધિ મેળવી છે.જે માટે ભારતના વૈજ્ઞાનિકોનુ કૌશ્લ્ય કારણભૂત છે ત્યારે હવે આ સફળતાની ક્રેડિટ લેવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હોડ જામી છે.

પીએમ મોદીએ પોતે આ સફળત પરિક્ષણની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ વતી અહેમદ પટેલે ટ્વિટ કરીને કહ્યુ હતું કે આ મિશનની શરુઆત યુપીએ શાસનકાળ દરમિયાન શરુ થઈ હતી અને તે આજે પુરુ થયુ છે.હું ભારતના વૈજ્ઞાનિકો અ્ને પૂર્વ પીએમ મનમોહનસિંહને અભિનંદન આપુ છું.

કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને કહ્યુ હતુ કે આ સફળતા બદલ ડીઆરડાઈઓ, કેન્દ્ર સરકારને અભિનંદન, ભારતના સ્પેસ પ્રોગ્રામની શરુઆત 1962માં જવાહરલાલ નહેરુએ કરી હતી.

બીજી તરફ મોદી સરકારના મંત્રી અરુણ જેટલી અને નિર્મલા સિતારમને  કહ્યુ હતુ કે, આ પહેલા વૈજ્ઞાનિકોએ પરિક્ષણ કરવા માટે સક્ષમ  હોવાનુ કહ્યુ હતુ પણ તે સમયની સરકારે મંજુરી આપી નહોતી.અમારી સરકારે આ માટે મંજુરી આપી હતી.આજનો દિવસ ઐતહાસિક છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FvnCr7
via Latest Gujarati News

Post a Comment

0 Comments