
નવી દિલ્હી, 30 એપ્રિલ 2019, મંગળવાર
માઈક્રોસોફ્ટ સ્માર્ટફોન યૂઝર્સ માટે એક નવા ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચરમાં ફોન પર આવતા નોટિફિકેશન વિંડોઝ 10 પર જોવા મળશે. વિંડોઝ 10 લેપટોપ અને કોમ્યૂટર પર કામ કરે છે. આ ફીચરને દરેક એંડ્રોયડ ઓએસ ફોન માટે એક્ટિવ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે વર્ષ 2018માં યોર ફોન એપ લોન્ચ કરવામાં હતી. આ એપ વિંડોઝ 10 પર કામ કરે છે. આ એપની મદદથી એંડ્રોયડ ફોન પરથી લીધેલી ફોટો જોઈ શકાય છે. વિંડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમવાળા કોમ્યૂટર અને લેપટોપથી ટેક્સ્ટ મેસેજ કરી શકાશે.
યોર ફોન એપના આ નવા ફીચરની મદદથી ફોન પર આવતી ઈનકમિંગ કોલને પણ કોમ્યૂટર સ્ક્રીન પર જોઈ શકાય છે. આ નોટિફિકેશન રિયલ ટાઈમ હશે. જો યૂઝર પરવાનગી આપશે તો તે અલર્ટ સ્ક્રીન પર જોવા મળશે. માઈક્રોસોફ્ટના બ્લોગમાં આપેલી જાણકારી અનુસાર નવા ફીચરની મદદથી લોકો પોતાની કાર્યક્ષમતા વધારી શકશે. લોકોને ફોનના નોટિફિકેશન લેપટોપ પર મળવા લાગશે અને તેને તેઓ કોઈપણ જગ્યાએથી ઓપરેટ કરી શકશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IQCAfv
via Latest Gujarati News
0 Comments