નવી દિલ્હી, તા. 15 મે 2019, બુધવાર
પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા બાદ ચૂંટણીપંચે મોટી કાર્યવાહી કરી છે. સુપર્વાઇઝર અધિકારીઓના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણીપંચે ઘણાં ઉચ્ચ અધિકારીઓને છુટા કર્યાઁ છે. પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરીને હટાવી દેવામાં આવ્યા છે.
ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળમાં પ્રચારનો સમય ઘટાડી દીધો છે. સાતમાં તબક્કાના મતદાન માટે કોઇ પણ પ્રકારની રેલી, રોડ શો પર રોક લગાવી દીધી છે. આ આદેશ આવતીકાલે રાતથી લાગૂ થશે. પ.બંગાળમાં હિંસાને જોતા ચૂંટણી પંચે આગામી 19મી મે સુધી ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. તેથી આવતીકાલે રાત્રે 10 વાગ્યાથી કોઇ પણ રાજકિય પાર્ટી ચૂંટણી પ્રચાર નહી કરી શકે.
ઉલ્લેનિય છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન TMC કાર્યકર્તાઓએ પથ્થરમારો અને આગચંપી કરી હતી. જેને કારણ ચૂંટણીપંચ એક્શનમાં આવ્યું છે અને ચૂંટણીપંચના આદેશ અનુસાર આવતીકાલે ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી પશ્ચિમ બંગાળમાં કોઇ પણ રાજકિય પાર્ટી પ્રચાર કરી શકશે નહી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jm5C6Y
via Latest Gujarati News
0 Comments