શારદા ચિટ ફંડ કેસ: રાજીવ કુમારને 10 જુલાઇ સુધી ધરપકડ સામે રક્ષણ


(પીટીઆઇ) કોલકાતા, તા. 30 મે, 2019, ગુરૂવાર

કલકત્તા હાઇકોર્ટે શારદા ચિટ ફંડ કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળના સીઆઇડી એડિશનલ ડાયરેક્ટર જનરલ રાજીવકુમારને કલકત્તા હાઇકોર્ટે ૧૦ જુલાઇ સુધી ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. 

કોર્ટની વેકેશન બેન્ચે ૧૦ જૂનથી એક મહિના સુધી રાજીવ કુમારને ધરપકડ સામે રક્ષણ આપ્યું છે. જો કે રાજીવકુમારને ૨૪ કલાકની અંદર પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

કરોડો રૃપિયાના કૌભાંડમાં પૂર્વ કોલકાતા પોલીસ કમિશનરને સીબીઆઇ તપાસમાં સહકાર આપવાનો આપવામાં આવ્યો છે. 

કોર્ટે તપાસ એજન્સીને આદેશ આપ્યો છે કે તે પોતાના અધિકારીને દરરોજ સાંજે ચાર વાગ્યે રાજીવ કુમારના ઘરે જઇ તેમની હાજરી પૂરે. 

ન્યાયમૂર્તિ પ્રતિક પ્રકાશ બેનર્જીએ જણાવ્યું છે કે આ અંગેની અરજી ૧૨ જૂને નિયમિત બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે કુમારના વકીલે હાઇકોર્ટમાં અરજી કરી જણાવ્યું હતું કે સીબીઆઇ કોઇ પણ ભોગે રાજીવકુમારને જેલના સળિયાની પાછળ ધકેલવા માગે છે. 

રાજીવકુમારના વકીલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સીબીઆઇએ રાજીવ કુમારની ૩૯ કલાક અને ૪૫ મિનિટ પૂછપરછ કરી હોવા છતાં હવે તે તેમની જ્યુડિશિયલ કસ્ટડીની માગ કરે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I9fdel
via Latest Gujarati News

Post a Comment

0 Comments