ચિદમ્બરમ અને પુત્ર કાર્તિના વિદેશી બેંકોમાં ખાતા હતા


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 30 મે, 2019, ગુરૂવાર

એરસેલ-મેક્સિસ  કેસમાં સીબીઆઇ અને ઇડીએ પૂર્વ નાણા પ્રધાન ચિદમ્બરમ અને તેમના પુત્રના વિદેશી બેંકોમાં ખાતા હતા એવું સીબીઆઇ અને ઇડીએ આજે દિલ્હીની એક કોર્ટને કહ્યું હતું. બંને એ આ બાબત તપાસ એજન્સીથી છુપાવી હોવાનો પણ એજન્સીએ આક્ષેપ કર્યો હતો.

ઇડી વતી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ સોનિયા માથુરે કોર્ટને કહ્યું હતું કે  એજન્સીને જાણવા મળ્યું હતું કે ચિદમ્બરોની માલિકીની સિંગાપોરસ્થિત એડવાન્ટેજ સ્ટ્રેટેજીક કન્સલટિંગ પ્રા.લિ.પણ લાભાર્થી હતી. આ કંપનીનું નામ પણ પનામા પેપર્સમાં સામેલ હતું. જે કંપનીમાંથી એડવાન્ટેજ સ્ટ્રેટેજીક કન્સલટિંગ પ્રા.લિ.ને ફંડ મળ્યું હતું તે બ્રિટિશ વિર્જીન આઇલેન્ડમાં નોંધાયેલી હતી, એમ કાયદા અધિકારીએ કહ્યું હતું.

એજન્સી દ્વારા રજૂ કરાયેલી વાતની નોંધ લેતાં   સ્પેશિયલ જજ ઓ.પી.સૈનીએ એજન્સીને પહેલી ઓગસ્ટ સુધી વિદેશી બંેક ખાતાની તપાસ પુરી કરવા સમય આપ્યો હતો.ત્યાર પછી કોર્ટે પિતા-પુત્ર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલ અને અભિષેક મનુ સિંઘવીની નોંધ લીધી હતી અને પહેલી ઓગસ્ટ સુધી તેમની ધરપકડ પર રોક લગાવી હતી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને વકીલોએ શરૃઆતમાં જ  ઇડીની સુનાવણી મોકુફીની વિનંતીનો વિરોધ કર્યો હતો. સુનાવણી દરમિયાન મેહતાએ કહ્યું હતું કે 'તપાસ એજન્સીઓએ બંનેના વિદેશી ેબેંક ખાતાની જાણકારી મેળવી લીધી હોવા છતાં અરજદારો પૈકી કોઇએ પણ એડવાન્ટેજ સ્ટ્રેટેજીક કન્સલટિંગ પ્રા.લિ.સિંગાપોર અંગે વધુ વિગતો આપી ન હતી'.

 કાયદા અધિકારીએ કહ્યું હતું કે બંનેના આઠ વિદેશી  બેંકોમાં ખાતા હતા, પરંતુ તેમણે તપાસ એજન્સીને આ અંગેની જાણ આપી નહતી.' થાપણો મૂકવાની અને આ બેંકોમાંથી ઉપાડ કરવાની ખૂબ જ મહત્તવની માહિતી હજુ પણ સિંગાપોરના સત્તાવાળાઓએ આપી નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WbMsHL
via Latest Gujarati News

Post a Comment

0 Comments