તનુજાને પેટમાં દુખાવાની તકલીફથી સર્જરી કરવામાં આવી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 30 મે 2019, ગુરુવાર

૭૫ વર્ષીય તનુજાની મુંબઇના વાંદરાની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે. પોસ્ટ સર્જરી બાદ તેની તબિયત સારી છે, પરંતુ હજી તેણે હોસ્પિટલમાં આઠ-દસ દિવસ રહેવું પડશે.

તનુજા પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થઇ હતી. તેના તમામ તબીબી પરિક્ષણ બાદ તેને 'ડાયવર્ટિક્યુલાઇટિસ'થી પીડાતી હોવાનું નિદાન થયું હતું. પીટીઆઇને હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ ંહતુ ંકે, તનુજાને 'જાયવર્ટિક્યુલાઇટિસ' નામની બીમારી છે. આ રોગ સામાન્ય રીતે ૪૦ વરસની અથવા તો આ વય પાર કરી ચુકેલ વ્યક્તિઓને થતી હોય છે. તેમાં પાચનનળીમાં નાના-નાના પાઉચ બની જાય છે, અને આ ઇન્ફેકશન અથવા બળતરાનું કારણ બને છે. 

આ બીમારીના ઘણા સ્ટેજ હોય છે,એવું મનાઇ રહ્યું છે કે, તનુજાની બીમારી વકરી હોવાથી તેને સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હશે. 

જોકે તનુજાની સર્જરી બરાબર પાર પડી ગઇ હોવાના સમાચાર છે.જોકે તેણે પોસ્ટ સર્જરી બાદ આઠ-દસ દિવસ હોસ્પિટલમાં તબીબી નિરીક્ષણ હેઠળ રહેવું પડશે. 

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અજયદેવગણના પિતા અન ેકાજોલના સસરા વીરુ દેવગણનું અવસાન થયું છે. જ્યારે બીજી બાજુ કાજોલની માતા બીમાર હોવાથી હોસ્પિટલમાં છે. હાલ દેવગણ પરિવાર માનસિક તાણ હેઠળ છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KkdPbz
via Latest Gujarati News

Post a Comment

0 Comments