રોહિત શેટ્ટીએ આગામી ફિલ્મનું ટાઇટલ રજિસ્ટર્ડ કરાવ્યું


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 30 મે 2019, ગુરુવાર

રોહિત શેટ્ટીએ આગામી ફિલ્મનું ટાઇટલ રજિસ્ટર્ડ કરાવ્યું છે. 'આયા પોલિસ' શિર્ષક સાંભળતાં  સ્વાભાવિક રીતે પ્રતીતિ થાય કે આ ફિલ્મ પણ પોલીસ પર આધારિત હશે. જોકે આ ફિલ્મ વિશે વધુ માહિતી મળી નથી. 

રોહિતે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ' ઝમીન'થી કરી હતી. જેમાં અજયદેવગણ અને અભિષેક બચ્ચન ખાખી વરદીમાં જોવા મળ્યા હતા. આ બાદ રોહિતનો પોલીસ- મેનિયા આગળ વધ્યો હતો. તેણે 'સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશી' જેવી ફિલ્મો બનાવી.હવે તેણે 'આયા પોલીસ' રજિસ્ટર્ડ કરાવ્યું છે. 

ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડયુસસ ર્એસોસિયેશન સાથે સંકળાયેલા સૂત્રે આ વાતને સમર્થ આપ્યું હતું. તેણે જણાવ્યું હતુ ંકે, '' રોહિતે પોતાના નિર્માણહાઉસ હેઠળ આ શિર્ષક રજિસ્ટર્ડ કરાવ્યું છે. ફિલ્મ 'સિમ્બા'ના અંતના ગીતમાં એક ગીત હતું જેની કડીઓ ' આલા રે આલા ' એટલે કે 'આયા પોલીસ' કરીને લીધું છે. 'આયા પોલીસ' ફિલ્મના શિર્ષક તરીકે રોહિતને યોગ્ય લાગ્યું હતું. તેથી તેણે આ ટાઈટલ રજિસ્ટર્ડ કરાવ્યું છે.''



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HL0s2i
via Latest Gujarati News

Post a Comment

0 Comments