તહેરાનના પૂર્વ મેયર પત્નીને ઠાર કરી પોલીસને શરણે : ઘરેલું કકળાટનું પરિણામ


તહેરાન, તા. 30 મે, 2019, ગુરૂવાર

ઇરાનના પૂર્વ ઉપ-પ્રમુખ એ તેહરાનના પૂર્વ મેયરે તેની પત્નીઓ પૈકીની એક પત્નીની હત્યા કર્યા પછી પોલીસ શરણાગતિ સ્વીકારતા પોલીસે આજે તેની ધરપકડ કરી હોવાનું સમાચાર સંસ્થાએ કહ્યું હતું.

પોલીસે પત્ની મિત્રા નજફીની હત્યા કરનાર પતિ મોહમ્મદ અલી નજફીની ધરપકડ કરી હતી. તેમની વચ્ચે હમેંશા  ધરેલું કંકાસ રહેતું હતું, એમ સરકારી વકીલ મોહમ્મદ શાહરિઆરીએ કહ્યું હતું.

અગાઉ ઇરાની માધ્યમોએ અહેવાલ આપ્યા હતા કે નજફીની બે પત્નીઓ પૈકીની એક પત્ની મિત્રાને ઉત્તરીય તેહરાનમાં હત્યા કરવામાં આવી હતી. આમ તો જોકે ઇરાનમાં બંદુક હિંસા ભાગ્યેજ થાય છે, ખાસ કરીને દેશની આર્થિક અને રાજકીય વગ ધરાવતા લોકોમાં તો જવલ્લેજ આવું જોવા મળે છે.નજફીએ ૨૦૧૮માં યુવતીઓના એક ડાન્સ કાર્યક્રમમાં હાજરી આપતા કટ્ટરપંથીઓએ ભારે ટીકા કરતાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

૨૦૧૩માં એમઆઇટીમાં ભણેલા ગણીતશાસ્ત્રી નજફીએ   લગભગ સાત મહિના સુધી પ્રમુખ હસન રૃહાનીના વહીવટી તંક્ષમાં સાંસ્કૃત્તિક અને પ્રવાસન  વિભાગના ઉપ પ્રમુખ તરીકે સેવા આપી હતી.

કારકિર્દીમાં તેમણે મંત્રી મંડળમા અનેક હોદ્દા સંભાળ્યા હતા. તેહરાન પોલીસના અપરાધ શાખાના વડા જનરલ અલી રઝાએ સરકારી ટીવી ચેનલને કહ્યું હતું કે નજફીએ હત્યા પછી સ્વૈચ્છીક રીતે જ રિવોલવર પોલીસને સુપ્રદ કરી ગુનાની કબુલાત કરી હતી.

રઝાએ કહ્યું હતું કે નજફીએ  પાંચ ગોળીઓ મારી હતી જેમાં બે તેમના પત્નીને વાગી હતી. પોલીસે ઘટનાની તપાસ શરૃ કરી હતી.એક અન્ય સમાચાર સંસ્થાએ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે નજફીએ મિત્રાને અનેક ગોળીઓ મારી હતી જેમાં એક હૃદય પાસે વાગતા તેનું મૃત્ય થયું હતું.  ઉત્તરીય તહેરાનમાં તેમના મકાનના બેડરૃમમાં મિત્રાની લાશ મળી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W40yGa
via Latest Gujarati News

Post a Comment

0 Comments