
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 30 મે 2019, ગુરુવાર
ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ ઇયર ૨' થી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી અનન્યા પાંડેને હવે ભણવામાં રસ નથી. તે અભિનય પર જ વધુ ફોકસ કરવા માંગે છે.
અનન્યાના પિતા ચંકી પાંડેએ એકઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ ંહતુ ંકે, '' અનન્યાને આગળ અભ્યાસ કરવામાં રસ નથી, તેનું લક્ષ્ય ફક્ત અભિનય જ છે. અનન્યાને વિદેશની બ ે યુનિવર્સિટિમાં એડમિશન મળ્યું હતું, પરંતુ તેને આ દરમિયાન જ તેને ફિલ્મમાં રોલ મળતાં તેણે વિદેશ ભણવા જવાનું માંડી વાળ્યું છે. મને લાગે છે કે તે હવે આગળ અભ્યાસ કરવાનો વિચાર માંડી વાળશે અને અભિનય પર જ ફોકસ કરીને બોલીવૂડમાં જ કામ કરશે.''
' સ્ટુડન્ટ ઓફ ધ ઇયર ૨'માં અનન્યાના અભિનયના વખાણ થયા છે. આ બાબતે પિતા ચંકીએ જણાવ્યુ ંહતુ ંકે, '' હું મારી પુત્રીના ડેબ્યુ ફિલ્મના વખાણ કરું છું. તેના પર મને ગર્વ છે. તેણે બહુ સારુ ંકામ કર્યું છે. મને મનમાં ડર હતો કે તે વ્યવસ્થિત રીતે પરફોર્મ નહીં કરી શકે પરંતુ તેણે સારું કામ કરીને દાખવ્યું છે. તે હોંશિયાર છે, અને તેણે હજી તો લાંબી સફર કાપવાની છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VZrU0c
via Latest Gujarati News
0 Comments