બોની કપૂરે 'મિ. ઇન્ડિયા 2' બનાવાની વાતને સ્વીકારી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 30 મે 2019, ગુરુવાર

અનિલ કપૂરઅને શ્રીદેવી અભિનિત બ્લોકબસ્ટર ફિલ્મ 'મિ. ઇન્ડિયા'ની સિકવલની ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે. જોકે હવે નિર્માતા બોની કપૂરે આ ફિલ્મ બનાવાની વાતને સ્વીકારી છે. 

બોની કપૂરે ટ્વિટ કરીને જણઆવ્યું હતું કે, '' હું જલદી જ 'મિ. ઇન્ડિયાના રીબૂટ વર્ઝનને રિલીઝ કરશે અને  પછી તેની ફ્રેન્ચાઇઝી બનાવીશ. અમારે આ ફિલ્મ બનાવતી વખતે આજના સમય અને પેઢી પર ધ્યાન આપવું પડશે. અમારી પાસે એક નવો બેઝિક આઇડિયા છે, પરંતુ હજી ઘણી વાતો પર ધ્યાન અને ચર્ચા કરવાની બાકી છે. ''

તેણે વધુમાં એમ પણ કહ્યુ ંહતુ ંકે, '' શેખર કપૂર પાસે જ મારે  મિ.ઇન્ડિયાનું રીબૂટ વર્ઝનનું ડાયરેકશન કરાવાની ઇચ્છા છે. જો શેખર આ કામ કરવા રાજી થશે તો મને ખુશી થશે. મારી આ ફિલ્મના ફક્ત દિગ્દર્શક જ નહીં પરંતુ ફિલ્મની બાકી કાસ્ટ અને ક્રુને પણઆ ફિલ્મનો હિસ્સો બનવું હશે તો તેમનું સ્વાગત છે.''

મિ. ઇન્ડિયા પહેલા શ્રીદેવીને એક ગ્લેમરસ સ્ટાર માનવામાં આવતી હતી. પરંતુ આ ફિલ્મ બાદ શ્રીદેવી માટે  લોકોનો વિચાર  મત પલટાઈ ગયો હતો.  આ બાદ લોકો તેને એક દમદાર અદાકારા તરીકે ઓળખવા લાગ્યા. અનિલને પણ આ જ ફિલ્મથી અભિનેતા તરીકે ઓળખ મળી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30V7vNn
via Latest Gujarati News

Post a Comment

0 Comments