શેર બજારમાં નવો ઇતિહાસ: નિફ્ટી 12000 અને સેન્સેક્સ 40 હજારને પાર


અમદાવાદ, તા. 23 મે 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણીના પરિણામો અપેક્ષા કરતા પણ વધારે સારા આવતા ભારતીય શેર બજારમાં ઇતિહાસ સર્જાયો છે. સેન્સેક્સમાં સવારે 10.30 વાગ્યે 900 પોઇન્ટનો જંગી ઉછાળો આવ્યો છે જ્યારે નિફ્ટીમા પણ પોણા ત્રણસો પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. સેન્સેક્સે 40 હજારની સપાટી વટાવીને નવો વિક્રમ બનાવ્યો છે. આ જ રીતે નિફ્ટીએ પણ પ્રથમ વખત 12 હજારની સપાટી વટાવી નવો ઇતિહાસ બનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં આવતા અને તેમની નજીકના ગણાતા ઉદ્યોગપતિઓ જેમાં ગૌતમ અંદાણી અને અનિલ અંબાણી તેમજ રીલાયન્સના મુકેશ અંબાણીના વિવિધ કંપનીઓના ભાવમાં 15% કે તેનાથી વધારેની ઉછાળા આવ્યા છે. શેર બજારમાં આજે મોદીની સુનામી ફરી વળી છે. ભાજપને સ્પષ્ટ બહૂમતી એટલે કે 285 બેઠક જ્યારે NDAને 337 બેઠક મળી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અને UPA 100 બેઠક પુરતી જ સિમિત રહી ગઈ છે.

આ ટ્રેન્ડ હવે સાંજ સુધીમાં પરિણામમાં પલ્ટી જશે એવું એક વખત શેર બજારને લાગશે તો આજે શેરબજારમાં તેજીની ઉપલી સર્કિટ પણ લાગી શકે છે એટલું જ નહી આગામી દિવસોમાં શેરબજારમાં વધુ બે થી ત્રણ હજાર પોઇન્ટનો ઉછાળો જોવા મળી શકે છે.

કયા-કયા શેરોમાં સૌથી વધુ ઉછાળો

અદાણી પોર્ટ    422.35
યસ બેંક          149
SBI                360
ICICI             424.60
કોટક બેંક       1552.80
રિલાયન્સ       1387.70
TATA STEEL 483.70
આઇસર મોટર 21519
મારુતિ            6986.40


from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VXGqdC
via Latest Gujarati News

Post a Comment

0 Comments