
જેકસનવિલે, તા. 4 મે, 2019, શનિવાર
ક્યુબાથી ઉત્તરીય ફલોરિડા આવી રહેલું એક ચાર્ટર્ડ વિમાન રન વેના છેડે આવેલી નદીમાં ધુસી જતાં વિમાનમાં સવાર ૧૪૩ લોકોનો અદભૂત બચાવ થયો હતો અને કોઇને પણ ઇજા થઇ નહતી, એમ અધિકારીઓએ કહ્યું હતું.
નવલ સ્ટેશન ગુઆન્તોનામો બે તરફથી ૧૩૬ પેસેન્જરો અને ચાલકદળના સાત સભ્યો સાથે જેકસનવિલે નવલ એર સ્ટેશન તરફ આવી રહેલું વિમાન રન વેના છેડે આવેલી સેન્ટ જોન્સન નદીમાં ખાબકી ગયું હતું. વિમાન છીતરા પાણીમાં જ રહ્યું હતું અને ડૂબ્યું નહતું, એમ શેરિફની ઓફિસે કહ્યું હતું.
વિમાનમાં સવાર દરેક જણ સલામત હતો. જો કે ૨૧ પખ્ત પેસેન્જરોને સારી સ્થિતિમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયા હતા. વિમાન પર મિયામી એર ઇન્ટરનેશનલનો લોગો હતો. એનએએસ જેકસનવિલેના કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન માઇકલ કોનોરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે વિમાનમાં સેના અને નાગરિક સમાજના લોકો હતા.કેટલાક લોકો અહિંયા જ રહ્યા જ્યારે કેટલાક દેશના અન્ય ભાગમાં જતા રહ્યા હતા.
કેપ્ટન કોનોરે કહ્યું હતું કે આ ઘટના ચોક્કસ સારી તો ના જ કહી શકાય, પણ એના કરતાં પણ ખરાબ થઇ હોત.'હું માનું છું કે આ તો ચમત્કાર છે.નહીંતર આપણે આજે સાંજે કંઇ અલગ જ વાત કરતા હોત'એમ તેમણે કહ્યું હતું. વિમાનને નદીમાંથી ક્યારે બહાર કાઢાશે તે અંગે કોઇ માહિતી મળી નહતી.
કોનોરના કહેવા અનુસાર લેન્ડિંગ ગીયર નદી પર તરતું હોવું જોઇએ. આના કારણે વિમાન હવે પાણીમાં આગળ વધી શકશે નહીં. પેસેન્જરોને સલામાત રીતે બહાર કાઢ્યા પછી ચાલક દળના સભ્યોએ ઇંઘણને લીક થતો અટકાવ્યો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H5SVeh
via Latest Gujarati News
0 Comments