નવી દિલ્હી, તા. 10 મે 2019, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થતા પેનલને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. મધ્યસ્થતા પેનલના ચીફ રિટાયર્ડ જસ્ટીસ એફ.એમ. કલીફુલ્લીએ સર્વોચ્ચ અદાલતને સોંપેલા પોતાના રિપોર્ટમાં ત્રણ મહિનાની મુદ્દત માંગી હતી જેનો કોર્ટે સ્વીકાર કર્યો.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત 8 માર્ચે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદના ઉકેલ માટે ત્રણ મધ્યસ્થ નીમ્યાં હતાં. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટીસ એફ,એમ. કલીફુલ્લા ઉપરાંત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાચુ સામેલ છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એસ.એ. બોબજે, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ. અબ્દુલ નઝીરની બનેલી બેન્ચે મામલાની સુનાવણી કરતા કહ્યું કે તેઓ પેનલને વધારે સમય આપવાનો નિર્ણય કરે છે. સુનાવણી દરમિયાન CJI રંજન ગોગોઇએ કહ્યું કે અમને મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ મળ્યો છે અને સમજૂતિની પ્રક્રિયા હજુ જારી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vQxbfK
via Latest Gujarati News
0 Comments