કલકત્તા, તા. 23 મે 2019, ગુરૂવાર
પશ્ચિમ બંગાળમાં સૌથી મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. 2014માં માત્ર બે બેઠક મેળવનાર ભાજપ હાલ પશ્ચિમ બંગાળમાં 15 બેઠક સાથે લીડ કરી રહ્યું છે જ્યારે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ 20 બેઠક પર લીડ કરી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદી વચ્ચેની સીધી ફાઇટ જોવા મળતી હતી. આ રાજ્યમાં ચૂંટણીના સાત તબક્કા દરમિયાન 42 બેઠક ભાજપ 15 બેઠકથી આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો જીતી રહ્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YHXbGE
via Latest Gujarati News
0 Comments