
(પીટીઆઈ) મોસ્કો, તા. 10 ઓગસ્ટ, 2019, શનિવાર
રશિયાના ન્યોનોસ્કા ખાતે રોકેટ પરીક્ષણ દરમિયાન વિસ્ફોટ થવાના કારણે પાંચ કર્મચારીના મોત થયા છે અને નવ લોકોને ઈજાઓ પહોંચી છે. જાણવા મળ્યા મુજબ ગુરૂવારે આ દુર્ઘટના ઘટી હતી અને મરનારા તમામ કર્મચારીઓ પરમાણુ વૈજ્ઞાાનિકો હતા. દુર્ઘટના બાદ હજુ સુધી આસપાસના વિસ્તારોમાં રેડિએશનનો ભય વર્તાઈ રહ્યો છે
અને હજુ પણ અનેક નાના-નાના વિસ્ફોટોના કારણે ત્યાં કામ કરનારા લોકો તેની લપેટમાં આવી રહ્યા છે. રૂસી ન્યુક્લિયર કંપની રોસાતોમાના અહેવાલ પ્રમાણે લિક્વિડ પ્રોપેલેંટ એન્જિનના ટેસ્ટિંગ વખતે આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનાના બે દિવસ બાદ પણ આસપાસના વિસ્તારોની સિૃથતિ સામાન્ય નથી થઈ શકી.
મીડિયા અહેવાલ પ્રમાણે દુર્ઘટના બાદ ન્યોનોસ્કાથી 47 કિમી દૂર આવેલા સેવેરોદ્વિંસક શહેરમાં રેડિએશનની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. અિધકારીઓએ જણાવ્યું કે, વિસ્ફોટ બાદ રેડિએશન લેવલ સામાન્ય કરતાં 20 ગણું વધી ગયું હતું અને 40 મિનિટ બાદ સિૃથતિમાં સુધારો નોંધાયો હતો.
ત્યાર બાદ શુક્રવારે પણ સાઈટ પર નાના-નાના ધમાકા થયા હતા જેમાં નવ લોકોને ઈજાઓ પહોંચી હતી. મેડિકલ ટીમ દ્વારા કેમિકલ અને ન્યુક્લિયર પ્રોટેક્શન સૂટ પહેરીને તમામ ઘાયલોને ટેસ્ટ સાઈટથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, ટેસ્ટિંગ સાઈટ પાસે આવેલા આર્ખનગેલ્સક અને સેેવેરોદ્વિંસક શહેરના લોકોમાં હજુ પણ રેડિએશનનો ડર છવાયેલો છે અને તેઓ મેડિકલ સ્ટોર્સ પર આયોડીન લેવા માટે ભીડ કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ આ બંને શહેરમાં આ દવાનો સ્ટોક ખાલી થઈ જવા આવ્યો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YFBdIW
via Latest Gujarati News
0 Comments