
મુંબઇ,તા. ૩ મે 2019, શુક્રવાર
એક તરફ મહારાષ્ટ્રમાં ગરમીનો ભારે પ્રકોપ છે તો બીજીબાજુ રાજ્યનાં જળાશયોમાં પાણીનો જથૃથો ચિંતાજનક રીતે ઓછો હોવાનાસમાચાર મળે છે.મહારાષ્ટ્ર સરકારનાં આાૃધારભૂત સૂત્રોના કહેવા મુજબ હાલ રાજ્યનાં જળાશયોમાં ફક્ત ૧૯.૩૫ ટકા જેટલું જ પાણી છે.આવી ચિંતાજનક પરિસિૃથતિમાં રાજ્યમાં પીવાના અને ખેતીવાડીના પાણીની તીવ્ર તંગી સર્જાય તેવી શક્યતા છે.
૨૦૧૮માં મે મહિનામાં રાજ્યનાં જળાશયોમાં પાણીનો પુરવઠો ૩૦.૮૪ ટકા હતો.
બીજીબાજુ મુંબઇનાં જળાશયોમાં પણ પાણી ઘટી રહ્યું છે.આમ છતાં હાલ પાણીનો જેટલો જથૃથો છે તે પૂરતો હોવાનું મહાનગરપાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું.હાલ મીડલ વૈતરણામાં ૨૪.૫૯ ટકા,મોડક સાગરમાં ૫૦.૪૬ ટકા અને તાનસામાં ૩૪ ટકા પાણી છે.
જોકે રાજ્યના કોંકણ વિસ્તારનાં જળાશયોમાં પાણીનો પુરવઠો સંતોષજનક છે જે ૪૦.૫૮ ટકા છે જ્યારે ૨૦૧૮માં કોંકણનાં જળાશયોમાં ૪૭.૫૭ ટકા જેટલું પાણી હતું.
રાજ્ય સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે સૌાૃથી ચિંતાજનક પરિસિૃથતિ મરાઠવાડાના ઔરંગાબાદ જિલ્લામાં છે.ઔરંગાબાદ જિલ્લાના કુલ આઠમાંાૃથી સાત જળાશયો સૂકાઇ ગયાં છે.તેનું તળિયું દેખાઇ ગયું છે.આ સાત જળાશયોમાં સૌાૃથી મોટા જાયકવાડી જળાશયનો પણ સમાવેશ ાૃથાય છે.બાકીના એક જળાશયમાં માંડ ૫.૧૪ ટકા જેટલું પાણી છે.
વિદર્ભના નાગપુર જિલ્લામાં પણ પાણીની તીવ્ર તંગી સર્જાઇ છે.નાગપુર જિલ્લાનાં જળાશયોમાં હાલ ફક્ત ૧૦.૧૭ ટકા પાણી છે જ્યારે ૨૦૧૮માં અહીં ૧૫.૯૧ ટકા પાણી હતું.
મધ્ય મહારાષ્ટ્રના નાશિક જિલ્લાનાં જળાશયોમાં ૧૭.૭૮ ટકા પાણી છે જ્યારે ૨૦૧૮માં આ જળાશયોમાં ૩૨.૬૬ ટકા જેટલું પાણી હતું.પુણે જિલ્લાનાં જળાશયોમાં ૨૩.૨૬ ટકા પાણી છે જ્યારે ૨૦૧૮માં આ જળાશયોમાં ૩૪.૪૭ ટકા પાણી હતું.
વિદર્ભના અમરાવતી જિલ્લાનાં જળાશયોમાં ૨૪.૭ ટકા જેટલું પાણી છે જ્યારે ૨૦૧૮ના મે મહિનામાં અહીં ૨૦.૭૯ ટકા જેટલું પાણી હતું.
હાલ રાજ્યનાં અન્ય જળાશયોની સરખામણીએ રાાૃધાનગરી ડેમમાં ૩૨.૬૭ ટકા,કોયના ડેમમાં ૩૮.૬ ટકા જ્યારે તુલસી ડેમમાં ૪૫.૧૪ ટકા પાણી છે.જોકે આ બાૃધાં જળાશયોમાં પણ પાણીનો પુરવઠો ાૃધીમે ાૃધીમે ઘટી રહ્યો હોવાાૃથી પરિસિૃથતિ ચિંતાજનક બની રહી છે.
બીજીબાજુ રાજયના પાણી પુરવઠા ખાતાના પ્રાૃધાન ગિરીશ મહાજને એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ્યનાં જળાશયોમાં પાણીનો પુરવઠો ઘટી રહ્યો હોવાના મુદ્દે જિલ્લા કલેક્ટરો સાાૃથે જરૂરી ચર્ચા કરવાની મંજુરી આપવા અમે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે.એક વખત સમગ્ર પરિસિૃથતિનો સચોટ અભ્યાસ ાૃથઇ જાય તે પછી રાજ્ય સરકાર આ તમામ વિસ્તારોમાં રાહતકાર્યો શરૂ કરશે.અમારી માહિતી મુજબ હાલ રાજ્યનાં જળાશયોમાં જૂન મહિના સુાૃધી ચાલે તેટલો પાણીનો પૂરતો પુરવઠો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZRMBhC
via Latest Gujarati News
0 Comments